Iran-Israel War: ઇરાનના આ કૃત્યથી વિશ્વભરમાં ખળભળાટ..
Iran-Israel War: ઈરાન (Iran) અને ઈઝરાયેલ (Israel) વચ્ચે યુદ્ધ શરૂ થવાની વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. ઈરાને એક જહાજ જપ્ત (Ship Seized) કર્યું છે. અને આ જહાજ ઈઝરાયેલ (Israel) નું હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત આ જહાજ પર 17 જેટલા ભારતીય (Indians) પણ સવાર હતા.
- ઈરાને ભારતીય લોકો સાથે ઈઝરાયેલનું જહાજ કબજે કર્યું
- સૌપ્રથમ બ્રિટિશ આર્મીએ આ અંગે માહિતી આપી
- ઈઝરાયેલ કોઈ પણ પ્રકારના હુમલા માટે તૈયાર
એક અહેવાલ અનુસાર, ઈરાન (Iran) ના સૈનિકોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે એક માલવાહક જહાજ (Ship Seized) ને જપ્ત કર્યું હતું. આ ઘટના ઓમાનના અખાતમાં અમીરાતી બંદર શહેર ફુજૈરાહ પાસે બની હતી. કેટલાક અહેવાલો અને મીડિયાના માધ્યમથી એવું સામે આવ્યું છે કે, આ જહાજ ઈઝરાયેલ (Israel) નું છે. આ જહાજ પર Portuguese નો ધ્વજ લહેરાતો હતો. આ ધટનાને લઈ બંને દેશ વચ્ચે મતભેદોમાં વધારો થઈ શકે છે.
સૌપ્રથમ બ્રિટિશ આર્મીએ આ અંગે માહિતી આપી
Watch: A video shows an attack on a vessel near the Strait of #Hormuz that a Mideast defense official alleges #Iran carried out.https://t.co/9uiwiUIKSb pic.twitter.com/zHa1CAAarH
— Al Arabiya English (@AlArabiya_Eng) April 13, 2024
ઈઝરાયેલ (Israel) ના માલવાહક જહાજ (Ship Seized) ને ઈરાન (Iran) ના સૈનિકોએ હેલિકોપ્ટરમાં આવીને જપ્ત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પશ્ચિમ એશિયાના એક સંરક્ષણ અધિકારીએ ઈરાન (Iran) અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવ વચ્ચે બનેલી આ ઘટના માટે ઈરાન (Iran) ને જવાબદાર ગણાવ્યું છે. હુમલા અંગેની માહિતી સૌપ્રથમ British Army ના 'United Kingdom Maritime Trade Operations' દ્વારા આપવામાં આવી હતી.
ઈઝરાયેલ કોઈ પણ પ્રકારના હુમલા માટે તૈયાર
ઓક્ટોબરમાં ગાઝા (Gaza) માં ઇઝરાયલ (Israel) ની કાર્યવાહીની શરૂઆત બાદથી વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે આ ઘટના બની છે. જ્યાં ઇઝરાયેલ (Israel) અને તેના સહયોગી America, Lebanon, Syria, Iraq અને Yemen માં ઇરાન (Iran) સમર્થિત જૂથો સાથે વારંવાર અથડામણ કરે છે. ઈરાને 1 એપ્રિલે Syria ની રાજધાની દમાસ્કસમાં તેના દૂતાવાસ પર ઈઝરાયેલના શંકાસ્પદ હવાઈ હુમલાનો જવાબ આપવાની ધમકી આપી છે. જેમાં તેના બે વરિષ્ઠ કમાન્ડર સહિત રિવોલ્યુશનરી ગાર્ડના સાત અધિકારીઓ માર્યા ગયા હતા. તો બીજી તરફ ઈઝરાયેલ (Israel) નું કહેવું છે કે, ઈરાનના કોઈ પ્રકારના હુલાનાનો જવાબ આપવા માટે તેઓ સક્ષમ છે.
આ પણ વાંચો: Pakistan Landmine Blast: મેચ જોવા જઈ રહેલા બાળકો બન્યા લેન્ડમાઈનના શિકાર
આ પણ વાંચો: Australia : સિડની મોલમાં જાહેરમાં છરી વડે લોકો પર ઘાતકી હુમલો! અફરાતફરીનો માહોલ સર્જાયો
આ પણ વાંચો: FBI : પત્નીના હત્યારા ભદ્રેશ પટેલના માથે 2.50 લાખ ડૉલરનું ઈનામ