Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ; સતત ચોથા દિવસે તેજી! સેન્સેક્સ પહેલીવાર 85 હજારને પાર

શેરબજાર સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ સેન્સેક્સ 85,008 અને નિફ્ટી 25,967ને સ્પર્શ્યો મેટલ, ઓઇલ અને ગેસ શેરના ભાવમાં મોટો ઉછાળો Stock Market : 24 સપ્ટેમ્બર, 2024નો દિવસ શેરબજારના માટે ખાસ રહ્યો, કારણ કે આજે સતત ચોથા દિવસે બજારમાં તેજી...
ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ  સતત ચોથા દિવસે તેજી  સેન્સેક્સ પહેલીવાર 85 હજારને પાર
  • શેરબજાર સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ
  • સેન્સેક્સ 85,008 અને નિફ્ટી 25,967ને સ્પર્શ્યો
  • મેટલ, ઓઇલ અને ગેસ શેરના ભાવમાં મોટો ઉછાળો

Stock Market : 24 સપ્ટેમ્બર, 2024નો દિવસ શેરબજારના માટે ખાસ રહ્યો, કારણ કે આજે સતત ચોથા દિવસે બજારમાં તેજી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આજે ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ 85,058ની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો, જયારે નિફ્ટી 25,981ના સ્તરે પહોંચ્યો હતો. આ બંનેમાં ખાસ સેન્સેક્સે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે શેરબજારમાં વધતા રોકાણને દર્શાવે છે.

Advertisement

સેન્સેક્સ 85 હજારને પાર

સવારે 10:30ની વાત કરીએ તો સેન્સેક્સમાં 90 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ સેન્સેક્સ 85 હજારની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે સેન્સેક્સ 85 હજારને પાર કરી ગયો છે. બીજી તરફ નિફ્ટીમાં પણ હાલમાં 25 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જે બાદ તે 25,963ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આજે સૌથી વધુ વૃદ્ધિ મેટલ અને એનર્જી શેર્સમાં જોવા મળી રહી છે. જ્યારે FMCG, IT અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટોપ ગેનર્સ વિશે વાત કરીએ તો, વેદાંતનો શેર આજે 3%ના વધારા સાથે ટોચ પર છે જ્યારે ટાટા સ્ટીલનો શેર પણ 3%ના ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Advertisement

એશિયન બજારની સ્થિતિ

ભારતીય શેરબજાર (Indian Stock Market) ની જેમ એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. અમેરિકન બજારનો ડાઉ જોન્સ 23 સપ્ટેમ્બરે 0.15 ટકાના વધારા સાથે 42,124 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે Nasdaq 0.14 ટકા વધીને 17,974 પર અને S&P 500 0.28% વધીને 5,718 પર બંધ થયો હતો. આટલું જ નહીં ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 1.79 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કોરિયાના કોસ્પીમાં 0.066 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો:  Share Market: શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

Advertisement

Tags :
Advertisement

.