Indian Rescue: ઈરાને બંધક બનાવેલ કુલ 17 ભારતીયોમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરાયું
Indian Rescue: 13 એપ્રિલના રોજ ઈરાને હોર્મુઝ (Starit Of Hormuz) ની દરિયાઈ ખાડીમાંથી ઈઝરાયેલ (Israel) ના માલવાહક જહાજને જપ્ત કર્યું હતું. ઈરાન (Isran) ના નૌકાદળના સૈનિકા હેલિકોપ્ટરમાં આવીને જહાજ (Ship Seized) ને જપ્ત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ જહાજ પર Portuguese નો ધ્વજ લહેરાતો હતો. ત્યાર બાદ ઈરાન-ઈઝરાયેલ (Isran-Israel) વચ્ચે વધુ મતભેદ ઉભા થઈ ગયા છે.
- ભારતે ઈરાનથી કુલ 17 લોકોને રેસ્ક્યુ કર્યા
- જહાજની માલિકી ઈટાલિયન સ્વીસ કંપનીની પાસે
- ઈરાને ભારતીયો માટે સુવિધા કરી આપી
Watch: A video shows an attack on a vessel near the Strait of #Hormuz that a Mideast defense official alleges #Iran carried out.https://t.co/9uiwiUIKSb pic.twitter.com/zHa1CAAarH
— Al Arabiya English (@AlArabiya_Eng) April 13, 2024
જોકે ઈરાન (Isran) દ્વારા જપ્ત કરવામાં આવેલા માલવાહક જહાજ (Israel Ship Seized) પર કુલ 25 લોકો હાજર હતા. તેમાં 17 લોકો ભારતીય હતા. ત્યારે ભારતીય વિદેશ દૂતાવાસ (Indian Foreign Embassy) દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાવામાં આવી હતી. આ ઘટના બાદ સતત ભારત સરકાર ઈરાન (isran) ની સરકાર સાથે સંપર્કમાં હતી. ત્યારે આજરોજ ભારત સરકાર દ્વારા કુલ 17 માંથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
જહાજની માલિકી ઈટાલિયન સ્વીસ કંપનીની પાસે
આ અંગે માહિતી ખુદ ભારતીય વિદેશ મંત્રી (Indian Foreign Embassy) ડૉ. જયશંકરે (Dr. Jaishankar) તેમના સત્તાવાર સોશિયમ મીડિયા પ્લેટફોર્મથી આપી હતી. જોકે શરૂઆતી સમયમાં ઈરાન આ જહાજ (Israel Ship Seized) ને યહૂદીઓનું જહાજ ઠેરાવ્યું હતું. ઈરાને ઈઝરાયેલ (Israel Ship Seized) ના જહાજને ત્યારે જપ્ત કર્યું હતું, જ્યારે તે યૂએઈના દરિયાકાંઠા નજીકથી પસાર થયું હતું. તે ઉપરાંત આ જહાજની માલિકી ઈટાલિયન સ્વિસ કંપની પાસે છે.
Great work, @India_in_Iran . Glad that Ms. Ann Tessa Joseph has reached home. #ModiKiGuarantee always delivers, at home or abroad. https://t.co/VxYMppcPZr
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) April 18, 2024
ઈરાને ભારતીયો માટે સુવિધા કરી આપી
વિદેશ મંત્રી એસ જયશંકરે (Dr. Jaishankar) ચાર દિવસ પહેલા આ મામલે ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા (Indian Foreign Embassy) રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "કેરળના થ્રિસુરની ભારતીય ડેક કેડેટ એન ટેસા જોસેફ, MSC Aries જહાજ (Israel Ship Seized) માં સવારના ક્રૂ મેમ્બર હતા જે આજે ઘરે પરત ફર્યા છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાની અધિકારીઓના સહયોગથી તેમની પરત ફરવાની સુવિધા કરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Dubai માં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના મોટા સમાચાર!, હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…
આ પણ વાંચો: અમેરિકાના ઉચ્ચ અધિકારીની પત્ની વિદ્યાર્થી સાથે નગ્ન હાલતમાં ઝડપાતા ચકચાર
આ પણ વાંચો: Indonesia માં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ, એરપોર્ટ બંધ કરાયું 11 હજાર લોકોનું સ્થળાંતર