IND vs NED : નેધરલેન્ડના બોલરોને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ધોઈ નાખ્યા, આપ્યો 411 રનનો ટાર્ગેટ
ભારત અને નેધરલેન્ડ વચ્ચે આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 410 રન બનાવી નેધરલેન્ડના બોલરોને ધોઇ નાખ્યા છે. જીહા, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો શરૂઆતથી જ નેધરલેન્ડના બોલરો સામે હાવી જોવા મળ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે આ મેચમાં ટોપ 5 બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા 50 થી પણ વધુ રન બનાવ્યા હતા. જે વર્લ્ડ કપમાં રેકોર્ડ છે.
Innings Break!
A batting display full of fireworks as centuries from Shreyas Iyer & KL Rahul light up Chinnaswamy 💥#TeamIndia post 410/4 in the first innings 👏👏
Scorecard ▶️ https://t.co/efDilI0KZP#CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/eYeIDYrJum
— BCCI (@BCCI) November 12, 2023
ટીમ ઈન્ડિયા સતત 8 મેચ જીતી
ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા તેની 9મી મેચ નેધરલેન્ડ સામે રમશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા સતત 8 મેચ જીતીને અહીં પહોંચી છે. આ સાથે જ નેધરલેન્ડે 8માંથી 2 મેચ જીતી છે. વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની આ છેલ્લી મેચ છે. આ પછી સેમી ફાઈનલ અને પછી ફાઈનલ રમાશે. ભારતીય ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. પોતાના પ્રથમ ODI વર્લ્ડ કપમાં ત્રણ અડધી સદી ફટકાર્યા બાદ હવે તેણે પોતાની પ્રથમ સદી પણ ફટકારી છે. છેલ્લી બે મેચમાં તે સદી ચૂકી ગયો હતો અને તેણે 70-80 રનની ઇનિંગ્સ રમી હતી. પરંતુ રવિવારે બેંગલુરુમાં નેધરલેન્ડ સામે તેનું બેટ ખૂબ બોલ્યું હતું. અય્યરે તેની ઇનિંગમાં 94 બોલમાં 128 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે.
𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙔 for Shreyas Iyer in Bengaluru! 💯
A memorable maiden World Cup HUNDRED for him 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/D2sYE1Xjr4
— BCCI (@BCCI) November 12, 2023
શ્રેયસ અય્યરે ફટકારી સદી
આ ઇનિંગમાં શ્રેયસ અય્યરે 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ સદી હતી જોકે આ તેની ODI કારકિર્દીની ચોથી સદી હતી. તેનો અગાઉનો સર્વશ્રેષ્ઠ સ્કોર 113 હતો. તેણે પોતાની સદી સુધી પહોંચવા માટે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 106 મીટરની આ વર્લ્ડ કપની સૌથી લાંબી સિક્સર પણ તેના નામે છે. આ ઇનિંગ સાથે અય્યરે ભારત માટે ચોથા નંબર પર રમીને વર્લ્ડ કપનો એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
કેવી રહી રાહુલની ઇનિંગ અને ભાગીદારી?
રાહુલ 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે માત્ર 64 બોલનો સામનો કર્યો અને 102 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાહુલે શ્રેયસ અય્યર સાથે ઈનિંગની કમાન સંભાળી અને બંને વચ્ચે 128 બોલમાં 208 રનની શાનદાર ભાગીદારી થઈ. રાહુલે પોતાની ઇનિંગ દરમિયાન 11 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. મેચ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 159.38 હતો. તેણે નેધરલેન્ડના તમામ બોલરોને શાનદાર ક્લાસ લીધી હતી. આ વર્લ્ડ કપમાં રાહુલે 9 મેચની 8 ઇનિંગ્સમાં 69.40ની એવરેજથી 347 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 93.53ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. તેણે પોતાના બેટથી 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. તે 3 મેચમાં પણ અણનમ રહ્યો છે. આ પહેલા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં રાહુલે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સામે 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.
The local lad wows Chinnaswamy! 💯
A magnificent CENTURY that from KL Rahul 👏👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/u47WSKzrXG
— BCCI (@BCCI) November 12, 2023
ટીમ ઇન્ડિયાએ 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો
શ્રેયસ અય્યર અને રાહુલની આ શાનદાર ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં બીજી વખત 400ના આંકડાને સ્પર્શ કર્યો છે. કેએલ રાહુલે પણ 102 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શુભમન ગિલ અને વિરાટ કોહલીએ 51-51 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ પણ 61 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયન ખેલાડી David Warner એ દિવાળીની પાઠવી શુભકામનાઓ
આ પણ વાંચો - IND VS NED : WORLD CUP ના ઈતિહાસમાં જે કોઇ ટીમ ન કરી શકે તે TEAM INDIA એ કરી બતાવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે