Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC ODI Rankings : અફઘાનિસ્તાનનો આ ખેલાડી બન્યો ODI નો નંબર-1 ઓલરાઉન્ડર

ICC ODI Rankings : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. જેમા અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી (Mohammad Nabi) ને તેના સતત શ્રેષ્ઠ પ્રદર્શનનો ફાયદો થયો છે. મોહમ્મદ નબી રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે....
icc odi rankings   અફઘાનિસ્તાનનો આ ખેલાડી બન્યો odi નો નંબર 1 ઓલરાઉન્ડર
Advertisement

ICC ODI Rankings : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. જેમા અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી (Mohammad Nabi) ને તેના સતત શ્રેષ્ઠ પ્રદર્શનનો ફાયદો થયો છે. મોહમ્મદ નબી રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે બાંગ્લાદેશના શક્તિશાળી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) પાસેથી આ સ્થાન છીનવી લીધું છે. શાકિબ લગભગ 5 વર્ષ સુધી ટોપ પર હતો. શાકિબના 310 રેટિંગ પોઈન્ટ છે અને તે હવે બીજા સ્થાને સરકી ગયો છે. વળી, 39 વર્ષીય નબી 314 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયો છે.

અફઘાનિસ્તાન ખેલાડી ODIનો નંબર 1 ઓલરાઉન્ડર બન્યો

અફઘાનિસ્તાનનો દિગ્ગજ ખેલાડી મોહમ્મદ નબી (Mohammad Nabi) ICC ODI Rankings નો નવો નંબર-1 ઓલરાઉન્ડર બન્યો છે. વાસ્તવમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન (Sri Lanka and Afghanistan) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. મોહમ્મદ નબીએ આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ રમતના કારણે તે હવે નંબર-1 ODI ઓલરાઉન્ડર (all-rounder) બની ગયો છે. નબી 314 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયો છે. વળી, શાકિબ હવે એક સ્થાન સરકીને બીજા સ્થાને પહોંચી ગયો છે. શાકિબ અલ હસનના રેટિંગ પોઈન્ટ 310 છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ ODI બોલરોની રેન્કિંગમાં ટોચ પર છે.

Advertisement

Advertisement

શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા (14 સ્થાન ઉપર 26માં સ્થાને) અને દિલશાન મદુશંકા (ચાર સ્થાન ઉપર 33માં સ્થાન) નો ફાયદો થયો છે. નબી જ્યારે ટોચના સ્થાને પહોંચ્યો ત્યારે તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. હકીકતમાં, નબી ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ પહેલા આ ખાસ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ ખેલાડી તિલકરત્ને દિલશાનના નામે હતો, જે 38 વર્ષ અને 8 મહિનાની ઉંમરમાં ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો હતો.

મોહમ્મદ નબીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

મોહમ્મદ નબીએ અફઘાનિસ્તાન માટે અત્યાર સુધીમાં 3 ટેસ્ટ, 158 વનડે અને 115 ટી-20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 33 રન બનાવ્યા છે. વળી, ODIમાં તેણે 26.97ની એવરેજથી 3345 રન બનાવ્યા છે અને 163 વિકેટ લીધી છે. બીજી તરફ ટી20માં મોહમ્મદ નબીએ 22.60ની એવરેજથી 1967 રન અને 88 વિકેટ પોતાના નામે કરી છે.

આ પણ વાંચો - બેટ્સમેનને શરમ આવી જાય ! બોલ એટલો ટર્ન થયો, જુઓ VIDEO

આ પણ વાંચો - શમર જોસેફ ICC Player of The Month જીતનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ પુરુષ ખેલાડી બન્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×