હિમાચલ પ્રદેશમાં આપનું સપનું રોળાયું? આપના દિગ્ગજ નેતાઓ જોડાયા ભાજપમાં
હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના રોડ શોના બે દિવસ બાદ પાર્ટીના નેતાઓ કેજરીવાલને છોડીને ભાજપમાં જોડાયા હતા. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે ચૂંટણી પહેલા જ હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો હતો.આમ આદમી પાર્ટીના હિમાચલ પ્રદેશ પ્રમુખ અનૂપ કેસરી, સંગઠન મહાસચિવ સતીશ ઠાકુર અને ઉના પ્રમુખ ઈકબાલ સિંહને ભારતીય જનતા પાર્ટીમાં મોડી રાત્રે અનુરાગ àª
હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના રોડ શોના બે દિવસ બાદ પાર્ટીના નેતાઓ કેજરીવાલને છોડીને ભાજપમાં જોડાયા હતા. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે ચૂંટણી પહેલા જ હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો હતો.
આમ આદમી પાર્ટીના હિમાચલ પ્રદેશ પ્રમુખ અનૂપ કેસરી, સંગઠન મહાસચિવ સતીશ ઠાકુર અને ઉના પ્રમુખ ઈકબાલ સિંહને ભારતીય જનતા પાર્ટીમાં મોડી રાત્રે અનુરાગ ઠાકુરે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને સમાવેશ કર્યો હતો. બીજેપી નેતા અનુરાગ ઠાકુરના હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને મહામંત્રી ભાજપમાં સામેલ થવાને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અનૂપ કેસરી અને સંગઠન મંત્રી સતીશ ઠાકુર દિવસે જ પોતાના કાર્યકર્તાઓ સાથે દિલ્હી પહોંચી ગયા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓને ખબર પણ ન હતી કે તેમની પાર્ટીમાં આટલું મોટું વિભાજન થવાનું છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે. ગુરુવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બીજેપી પર હારના ડરથી મુખ્યમંત્રી જયરામ ઠાકુરને બદલીને અનુરાગ ઠાકુર બનાવવાનું નિવેદન આપ્યું હતું. તેના બદલામાં જયરામ ઠાકુરે મનીષ સિસોદિયાને જુઠ્ઠા ગણાવ્યા હતા. હિમાચલ પ્રદેશના ઉનામાં અરવિંદ કેજરીવાલના રોડ શો પછી પાર્ટી આત્મવિશ્વાસથી ભરપૂર હોવાનો દાવો કરી રહી હતી. પરંતુ આમ આદમી પાર્ટીને ખુબજ મોટો ઝટકો લાગ્યો છે.
Advertisement