Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ ઉત્પાદન થતી હિંલ્સા માછલી માછીમારો માટે વરસની રોજગારી

ચોમાસાની સિઝનમાં માછીમારીનો વ્યવસાય આખા વરસની રોજગારી પૂરી પાડતી સીઝન માનવામાં આવે છે અને એટલા માટે જ સિઝનમાં વ્યવસાયની શરૂઆત કરતાં પહેલાં દેવપોઢી અગિયારસના પાવન અવસરે માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદા મૈયાનું વિશેષ પૂજન અર્ચન કરી દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સાથે...
વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ ઉત્પાદન થતી હિંલ્સા માછલી માછીમારો માટે વરસની રોજગારી

ચોમાસાની સિઝનમાં માછીમારીનો વ્યવસાય આખા વરસની રોજગારી પૂરી પાડતી સીઝન માનવામાં આવે છે અને એટલા માટે જ સિઝનમાં વ્યવસાયની શરૂઆત કરતાં પહેલાં દેવપોઢી અગિયારસના પાવન અવસરે માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદા મૈયાનું વિશેષ પૂજન અર્ચન કરી દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સાથે સીઝનના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો.

Advertisement

નર્મદા મૈયાનું વિશેષ વિધિવત પૂજન

વરસના બાર મહિના અને તેમાંય ચોમાસાના ચાર મહિના માછીમારો માટે રોજગારીનું સાધન નર્મદા નદી અને દરિયા આર્શીવાદરૂપ બન્યું છે સીઝનના વ્યવસાયની શરૂઆત કરતા પહેલા ચોમાસામાં દેવપોઢી એકાદશીના દિવસથી નર્મદા મૈયાનું વિશેષ વિધિવત પૂજન અર્ચન કરી પોતાના વ્યવસાયની સીઝનનો પ્રારંભ શરૂ કરતાં હોય છે અને 12 મહિનાની રોજગારી મેળવવામાં જોતરાઈ જતા હોય છે.

Advertisement

હિલ્સા માછલી નર્મદા નદીમાં ઈંડા મુકવા આવે છે

Advertisement

ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં હિલ્સા માછલી ઈંડા મુકવા આવતી હોય છે અને દરિયાના અને નર્મદાના મીઠા પાણી વચ્ચે હિંસા માછલીનું ઉત્પાદન થતું હોય છે જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મૌસમમાં જ કરી લે છે. આ હિલ્સા માછલી વિદેશી હૂંડિયામણ કમાઈ આપતી હોય, ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમ્યાન આવતા જુવાળ ઉપર રહે છે. જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે. દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા હજારો માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવે છે.

માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના

માઁ નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી ભજન-કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો. જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી નર્મદા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ સાથે બોટમાં બેસી માઁ નર્મદા મૈયાને દુગ્ધાભિષેક કરી ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. હજારો માછીમાર હોય નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી સીઝનના 4 મહિના માછીમારોની સુરક્ષા થાય અને સારી રોજગારી મળે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી આજથી ચાર મહિના સુધી માછીમારો પોતાના ઘર પરિવારને છોડીને પણ માછીમારીમાં જોતરાઈ જનાર છે.

આખા વિશ્વમાં માત્ર ભરૂચમાં જ હિંલ્સા માછલીનું થાય છે ઉત્પાદન: ચીમન માછી

આખા વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે નર્મદા અને દરિયાના સંગમ સ્થળ હોવાના કારણે ખારા પાણી અને મીઠા પાણીમાં હિંલ્સા માછલીનું ઉત્પાદન થાય છે અને હિલ્સા માછલી જે ઈંડા મૂકે છે તે ઈંડા દરિયાની ભરતીના પાણીમાં ફૂટી જતા હોય છે અને તેમાંથી હિલ્સા માછલીનું ઉત્પાદન થતું હોય છે અને હિંસા માછલીનું ફિશિંગ માછીમારો કરી મોટા પ્રમાણમાં રોજગારી મેળવતા હોય છે અને હિંસા માછલીના ઉત્પાદનથી જ માછીમાર લોકો ૪ મહિના આખા વરસની રોજગારી મેળવી લેતા હોવાનું રટણ માછીમાર સમાજ આગેવાન ચીમન માછીએ કરી હતી

ભાડભૂતનો માછીમાર સમાજ હિલ્સા માછલી ઉપર નિર્ભર: ભાડભૂત સરપંચ સુનીલ માછી

આખા વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે જ દરિયાના ખારા પાણી અને નર્મદાના મીઠા પાણી ભરતીના કારણે સંગમ થવાથી હિંલ્સા માછલીનું ઉત્પાદન થાય છે અને આ માછલી હજારો માછીમારો માટે રોજગારીનું સાધન બન્યું છે પરંતુ ભાડભુત બેરેજ યોજનાની કામગીરી ચાલી રહી છે જેના કારણે આ રોજગારી બે વર્ષ માટે માછીમારો માટે રહી ગઈ છે બે વર્ષ બાદ હજારો માછીમારો બેરોજગાર બનનાર છે જેને લઈને ચોમાસાની સિઝનમાં માછીમારો જેટલી બને તેટલી રોજગારી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે અને સીઝનમાં હિલ્સા માછલી જે આવે છે તે બેરેજ યોજના બાદ બંધ થઈ જનાર હોવાનું પણ ગામના સરપંચએ જણાવ્યું હતું

ભાડભૂતથી ઝનોર સુધી હિંલ્સા માછલીનું ફિશિંગ થાય છે?

વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ હિંલ્સા માછલીનું ઉત્પાદન થતું હોય છે અને તે સમગ્ર દેશ વિદેશમાં પણ સપ્લાય થાય છે ભરૂચમાં ઉત્પાદન થતી હિંલ્સા માછલી ભાડભૂતથી ઝનોર સુધી મોટા પ્રમાણમાં ચોમાસાના ૪ મહિના ઉત્પાદન થતું હોય છે જેના કારણે હજારો માછીમારો ભાડભૂતથી ઝનોર સુધીના લોકો હિંલ્સા માછલીનું ફિસિંગ કરી રોજગારી મેળવતા હોય છે અને ચાર મહિનામાં જ આખા વરસની રોજગારી મેળવવામાં જોતરાઈ જતા હોય છે.

જોખમી માછીમારી કરતા આદિવાસી માછીમારો

પેટ કરાવે વેઠ આ પંક્તિ અહીંયા સાર્થક એટલા માટે થાય છે કે ચોમાસાના ૪ મહિના હિંલ્સા માછલીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતું હોય છે માછીમારો રોજગારી બોર્ડ મારફતે મેળવતા હોય છે પરંતુ ઘણા બેરોજગાર આદિવાસી માછીમારો થર્મોકોલની સીટ ઉપર જોખમ ખેડીને પણ પોતાના પરિવારનું પેટીયુ રડવા માટે માછીમારી કરી આખા વરસની રોજગારી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ફાઇબરની મોંઘી દોટ-બોટ જે લોકો પાસે નથી તેમનું શું અને માછીમાર ન હોવા છતાં રોજગારી મેળવવા માટે માછીમારી કરવી હોય તેવા લોકો માટે તો રોજગારી મેળવવા માટે આદિવાસી માછીમારો પણ જોખમખેડીને પણ પાણીના વહેણમાં તળી શકે તેવા થર્મોકોલની સીટ મારફતે પણ જીવનું જોખમ કેડીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માછીમારી કરવા મજબૂર બનતા હોય છે અને 400 થી વધુ માછીમારો માછીમારી માટે થર્મોકોલની સીટ ઉપર માછીમારી કરી પેટીયુ રડી રહ્યા છે. થર્મોકોલની સીટમાં ઘણી વખત જળચર જીવ એવા મગર સહિતના જળચર જીવોથી જીવનું જોખમ ઊભું થતું હોય છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : કડોદરા GIDC વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાતા કેમિકલયુક્ત પાણી રોડ પર ફરી વળ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.