Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરુચ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, અમદાવાદ-આબુ હાઇવે પર વાહનોની લાંબી કતાર

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતાં જળાશયોમાં પાણી ભરાયા છે. બપોરે 12 વાગે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134.41 મીટર નોંધાઇ છે. ઉપરવાસના ઇન્દીરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતાં નર્મદાની જળસપાટી સતત વધી રહી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ પર જળસપાટી 25 ફૂટે પહોંચી છે. ભરુચની ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. જેથી અંદાજે 900 લોકોનું સથળાંતર કરાયું છે. હàª
ભરુચ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી  અમદાવાદ આબુ હાઇવે પર વાહનોની લાંબી કતાર
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતાં જળાશયોમાં પાણી ભરાયા છે. બપોરે 12 વાગે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134.41 મીટર નોંધાઇ છે. ઉપરવાસના ઇન્દીરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતાં નર્મદાની જળસપાટી સતત વધી રહી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ પર જળસપાટી 25 ફૂટે પહોંચી છે. 
ભરુચની ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. જેથી અંદાજે 900 લોકોનું સથળાંતર કરાયું છે. હજું પણ જળસપાટી વધીને 27 ફૂટે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. 
બીજી તરફ ભારે વરસાદના કારણે પાલનપુર હાઇવે પર પાણી ભરાતા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. અમદાવાદ આબુ હાઇવે પર 5 કિમી લાંબી વાહનોની કતાર લાગી છે. છેલ્લા 4 કલાકથી વાહન ચાલકો હાઇવે પર જ અટવાઇ પડ્યા છે. સાંઇબાબા મંદિર નજીક કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે દાંતીવાડાથી પાંથાવાડા જતા હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં સવારથી ભારે વરસાદ પડતાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. 
ડીસામાં ખાબકેલા 5 ઇંચ વરસાદથી ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સાબરકાંઠા જીલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વડાલીમાં માણેકચોક વિસ્તારમાં મકાનની એક તરફની દિવાલ ધરાશાયી થઇ હતી. 
બીજી તરફ ભારે વરસાદના કારણે પાટણ જીલ્લામાં સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. પાટણ જીલ્લામાં વહેલી સવારથી અત્યાર સુધી 2 ગામના તળાવ ઓવરફ્લો થયા છે.  પાટણની બનાસ નદીમાં પણ પાણીની આવક થઇ છે. લોકોને નવા નિરના વધામણાં કર્આયા હતા.  ઉપરાંત જૂનાગઢ શહેરનો સૌથી મોટો ડેમ હસ્નાપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે. રાજકોટ ગોંડલ હાઇવે અને ધોરાજી પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. કચ્છ જીલ્લામાં પણ રાપર પંથકમાં વરસાદ પડ્યો હતો. 
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ પડયો છે. અરવલ્લીનો મેશ્વો ડેમમાં પણ પાણીની આવક થઇ છે.
ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે જળબંબાકારના દ્રષ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ સારો વરસાદ પડ્યો હતો.
બીજી તરફ રાજ્યમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. બે દિવસ માછીમારોને દરિયો ના ખેડવા  સુચના પણ હવામાન વિભાગ દ્વારા અપાઇ છે. 
હવામાન વિભાગે કચ્છ,બનાસકાંઠા,પાટણમાં ભારે વરસાદની આગાહી કરી છે.  ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના 
ભારે વરસાદના કારણે મહીસાગર કડાણા ડેમમાં પાણીની આવક વધતા તંત્રને એલર્ટ કરી દેવાયુ છે. કડાણા ડેમની જળ સપાટી 411.7 ફૂટે પહોંચી  છે.  બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા પાણીની આવક વધી  છે. 
Advertisement
Tags :
Advertisement

.