જમ્મુ-કાશ્મીર સહિત અનેક પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા, બરફની ચાદરથી ઢંકાયા ચારધામ
Snowfall : એક તરફ જ્યા ગુજરાતમાં સવારે ઠંડી અને દિવસે ગરમી જેવો માહોલ છે ત્યા બીજી તરફ ઉત્તર ભારત (North India) ના ઘણા રાજ્યોમાં ઠંડી અને બરફ વર્ષા (Snowfall) એ જનજીવન પર અસર કરી છે. ઉત્તર ભારતના ચાર ધામ સહિત અનેક જિલ્લાઓમાં બરફ વર્ષા (Snowfall) થઇ રહી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ સહિત અનેક પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા (Heavy snowfall) થઇ છે. બીજી તરફ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ભારતની રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણામાં વરસાદ (Rain) આગાહી કરવામાં આવી છે.
ક્યાક વરસાદ તો ક્યાક હિમવર્ષા (Snowfall)
IMD ના જણાવ્યા અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 21 ફેબ્રુઆરી સુધી ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. મંગળવારે વહેલી સવારે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા સહિત NCRના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ફરી એકવાર ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું હતું. હવામાન વિભાગે આગામી એક-બે દિવસમાં ભારે પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો. IMD અનુસાર, આજે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા (Snowfall) થવાની સંભાવના છે. વળી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડી શકે છે.
#WATCH | Himachal Pradesh: Lahaul-Spiti's Keylong witnessed heavy snowfall. (19.02) pic.twitter.com/fUmpKj4EC4
— ANI (@ANI) February 20, 2024
આ રાજ્યોમાં વરસાદની સાથે વીજળી પડવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 થી 23 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશમાં જોરદાર પવન (40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે) ની સાથે વીજળી ત્રાટકવાની સંભાવના છે. 20 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો અથવા મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વળી, 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ/બરફ પડી શકે છે.
#WATCH Dras, Kargil: Fresh snowfall was witnessed in many parts of Ladakh. (19.2) pic.twitter.com/v6k2zO74in
— ANI (@ANI) February 20, 2024
કાશ્મીરમાં હિમવર્ષા (Snowfall) અને વરસાદ
કાશ્મીરમાં પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. સોમવારે, ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટ સહિત ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી અને મેદાનોમાં વરસાદ થયો હતો. ખીણમાં આગામી 48 કલાકમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 1.5 ફૂટ હિમવર્ષા થઈ છે. ગુલમર્ગમાં બુધવારથી ચોથી 'ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ' યોજાવાની છે. ખીણના કુપવાડા, હંદવાડા અને સોનમર્ગ વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ હતી. શ્રીનગર સહિત ખીણના બાકીના ભાગોમાં રવિવારથી મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શ્રીનગરમાં 12.4 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે કાઝીગુંડમાં 12.8 મીમી વરસાદ નોંધાયો છે. આ જ સમયગાળા દરમિયાન, પહેલગામમાં 18.6 મીમી, કુપવાડામાં 42.7 મીમી અને કોકરનાગમાં 8.0 મીમી વરસાદ નોંધાયો હતો. જમ્મુ ક્ષેત્રમાં પણ વરસાદ પડ્યો હતો, જેના પગલે રામબન જિલ્લામાં બે જગ્યાએ ભૂસ્ખલનને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - PM Modi જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, ત્રણ નવી AIIM સહિત 30,500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ