Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Heavy Rain in Kerala : વરસાદના કારણે 700થી વધુ લોકો પ્રભાવિત, શાળા-કોલેજોમાં રજા જાહેર

Rain in Kerala : હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 19 જુલાઈએ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં...
heavy rain in kerala   વરસાદના કારણે 700થી વધુ લોકો પ્રભાવિત  શાળા કોલેજોમાં રજા જાહેર

Rain in Kerala : હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 19 જુલાઈએ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં IMD દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં 19 જુલાઈ, 2024 સુધી ભારે વરસાદ થવાનો છે, જે લોકો માટે ખતરો બની શકે છે.

Advertisement

કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી તબાહી

કેરળ (Kerala) ના વાયનાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની જાણ કરવામાં આવી છે. અહીં વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ગઇકાલે 18 જુલાઈના રોજ પ્રદેશના ઘમા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ઉત્તર મલબાર જિલ્લાઓના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અહીં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઉત્તરી કેરળ (Kerala) ના વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાના ઘણા ભાગોમાંથી પૂર, વૃક્ષો ધરાશાયી, મિલકતને નુકસાન અને નાના ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. અહીં IMDએ એક દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જિલ્લા પ્રશાસને ત્રણેય જિલ્લાઓમાં 19 જુલાઈને શુક્રવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, વરસાદના કારણે 700 થી વધુ લોકો 22 કેમ્પમાં સ્થળાંતર થયા છે અને ત્યાંથી વહેતી નદીઓમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. ગુરુવારે વાયનાડ જિલ્લાના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને ઉત્તરી જિલ્લાના પહાડી વિસ્તારોમાં લોકોની હાલત ખરાબ છે. ઉત્તર કેરળના ઘણા જિલ્લાઓમાં પૂર, વૃક્ષો પડવા અને નાના ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખરાબ હાલત

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે રાજ્યના બે જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જારી કર્યું હતું. IMDએ વાયનાડ અને કન્નુરમાં 'રેડ એલર્ટ', રાજ્યના અન્ય 8 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' અને બાકીના 6 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કર્યું હતું. 'રેડ એલર્ટ' 24 કલાકમાં 20 સે.મી.થી વધુ ભારેથી અતિ ભારે વરસાદ સૂચવે છે, જ્યારે 'ઓરેન્જ એલર્ટ' એટલે 6 થી 20 સેમી જેટલો ભારે વરસાદ. ‘યલો એલર્ટ’ એટલે 6 થી 11 સેમી વચ્ચે ભારે વરસાદ સૂચવે છે.

Advertisement

આ પણ વાંચો: Uttarakhand Rains:પિથોરાગઢમાં ભારે વરસાદને કારણે બ્રિજ ધરાશાયી, 70 પરિવારોનો સંપર્ક વિહોણા

Advertisement
Tags :
Advertisement

.