હાર્દિક પંડ્યા પર BCCI એ લગાવ્યો પ્રતિબંધ, જાણો છેલ્લી મેચમાં શું કરી ભૂલ!
Hardik Pandya Ban : કહેવાય છે કે, તમારું નસીબ જ્યારે ખરાબ હોય ત્યારે તમારી સાથે બધુ ખરાબ જ થતુ જાય છે. કઇંક આવું જ IPL 2024 માં હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે થયું છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે જોડાયા બાદથી તે સતત ટ્રોલ થઇ રહ્યો છે. હવે ફરી તેની મુશ્કેલીઓ વધી છે અને તે BCCI એ વધારી છે. ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) દ્વારા કઇંક એવું કરવામાં આવ્યું કે હવે તેને IPLની એક મેચ માટે BCCI તરફથી પ્રતિબંધ (Banned) નો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યાથી શું થઇ ભૂલ આવો જાણીએ આ આર્ટિકલમાં...
IPL 2025 ની પહેલી મેચ નહીં રમી શકે હાર્દિક
શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટના કારણે હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનમાં તેની તમામ લીગ સ્ટેજની મેચો રમી ચૂકી છે અને હવે તેણે આ સિઝનમાં કોઈ મેચ રમવાની નથી, આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં તેની પ્રથમ મેચ ગુમાવશે અને તેને તે મેચમાં રમવાની તક નહીં મળે. વાસ્તવમાં, હાર્દિકની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનમાં બે મેચમાં ધીમી ઓવર રેટના નિયમોને તોડી ચૂકી છે. આવી સ્થિતિમાં, જો ટીમનો કેપ્ટન ત્રીજી વખત આવું કરે છે, તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. સ્લો ઓવર રેટના કારણે MIની આ સિઝનની ત્રીજી ભૂલ છે, જેના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા પરનો આ પ્રતિબંધ IPL 2025ની પ્રથમ મેચમાં લાગુ થશે કારણ કે MI પાસે આ સિઝનમાં કોઈ મેચ બાકી નથી.
Hardik Pandya will be absent for the first match of IPL 2025.
He's been banned due to slow overrate. #HardikPandya pic.twitter.com/s8PBCqzGcg
— Shamim. (@ShamimCricSight) May 18, 2024
હાર્દિકની કેપ્ટનશીપમાં MIએ ખરાબ પ્રદર્શન કર્યું હતું
IPL 2024 માટે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેના માટે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો. આ સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. હાર્દિક પંડ્યાએ આ સિઝન સુધી કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ 2024માં તેની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. તેમને તેમના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામેની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ અને લખનૌની મેચ કેવી રહી?
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનૌની ટીમે 18 રને જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ અને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે કેપ્ટન કેએલ રાહુલ અને નિકોલસ પુરનની અડધી સદીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં બોર્ડ પર 214 રન બનાવ્યા હતા. રાહુલે 55 રનની ઇનિંગ રમી હતી જ્યારે પુરણે 75 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ સ્કોરનો પીછો કરતા રોહિત શર્માએ 68 રનની તોફાની ઈનિંગ રમીને ટીમને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ તેને બીજા છેડેથી કોઈ સાથ મળ્યો નહોતો. અંતમાં નમન ધીરે 28 બોલમાં અણનમ 62 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો. MI માત્ર 196 રનમાં જ અટકી ગઈ હતી.
આ પણ વાંચો - RCB VS CSK : આજે IPL 2024 ની સૌથી મોટી મેચ, DHONI અને KOHLI પોતાની ટીમના અસ્તિત્વ માટે આવશે આમને સામને
આ પણ વાંચો - T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયા આ મહત્વપૂર્ણ મેચ રમશે, જાણો કયા રમાશે