Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harani Update: વડોદરા દુર્ઘટના પર Harsh Sanghavi નું નિવેદન

Harani Update: ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભુલી શકાય નહીં તેવી ઘટના ફરી એકવાર ઘટી છે. અગાઉ પણ મોરબી ઘટનાથી રાજ્યને ચોંકાવી દીધી હતી. તો આ વખતે તો માસૂમોનો ભોગ લેવાયો છે. આ ઘટનામાં વડોદરાના ન્યુ સનરાઈસ શાળાના વિદ્યાર્થીઓ હરણી ભવનાથ મેળાના...
harani update  વડોદરા દુર્ઘટના પર harsh sanghavi નું નિવેદન

Harani Update: ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભુલી શકાય નહીં તેવી ઘટના ફરી એકવાર ઘટી છે. અગાઉ પણ મોરબી ઘટનાથી રાજ્યને ચોંકાવી દીધી હતી. તો આ વખતે તો માસૂમોનો ભોગ લેવાયો છે. આ ઘટનામાં વડોદરાના ન્યુ સનરાઈસ શાળાના વિદ્યાર્થીઓ હરણી ભવનાથ મેળાના પ્રવાસે હરણી તળાવના મારફતે જઈ રહ્યા હતાં.

Advertisement

ત્યારે આ બોટમાં સક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આ બોટમાં 23 બાળકો સહિત 4 શિક્ષકો હતા. તે દરમિયાન વિદ્યાર્થીઓથી ભરેલી આ હોડી અચાનક પલટી ખાઈ હતી અને આ દુર્ઘટનામાં બોટમાં સવાર લોકોનો પાણીમાં ગરકાવ થયો હતો. હાલમાં, આ ઘટનાને લઈને 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે.

Advertisement

Home Minister Harsh Sanghavi એ દર્દીઓની મુલાકાત લીધી

Advertisement

તે ઉપરાંત PM Narendra Modi, CM Bhupendra Patel અને ગુજરાતના Home Minister Harsh Sanghavi એ ઘટના સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી છે. આ ઘટનાને લઈને PM Narendra Modi અને CM Bhupendra Patel પરિવારને ન્યાય અપાવવાનો આદેશ જાહેર કર્યો છે. તે સહિત રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવાર 4 લાખ અને ઘાયલોના પરિવારજનોને 50 હજાર અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

Home Minister Harsh Sanghavi નું નિવેદન

ત્યારે ગુજરાતના Home Minister Harsh Sanghavi હોસ્પિટલમાં રૂબરૂ જઈને ઘાયલોની મુલાકાત લીધી છે. આ તમામ દર્દીઓને SSG hospital ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત તેમણે કહ્યું છે કે, આ ઘટનાને લઈને CM Bhupendra Patel એ તપાસ અંગે કડક સૂચના જાહેર કરી છે. તેમણે આદેશ આપ્યો છે આ ઘટના સાથે સંબંઘિત એક પણ વ્યક્તિ બચી ના શકવો જોઈએ.

તે સહિત પોલીસ દ્વારા 304, 308 અનને 111 કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા 9 પોલીસની ટીમોને કાર્યરત કરવામાં આવી છે. તે ઉપરાંત CM Bhupendra Patel એ વડોદરા કલેક્ટરને 10 દિવસ માં તપાસ કરી રિલોર્ટના આદેશ પ્રમાણે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે સહિત કોન્ટ્રકરાક જોડે લાગતા વળગતા લોકો સામે પણ કર્યાવહી થશે.

આ વાંચો: Vadodara : હરણી હત્યાકાંડ! બેની અટકાયત, મુખ્ય કોન્ટ્રાક્ટર ફરાર, CM એ લીધો આ નિર્ણય

Tags :
Advertisement

.