ગુરુ શિષ્યનો સંબંધ લજવે તેવો કિસ્સો, 'સાલ' કોલેજના આચાર્યાએ વિદ્યાર્થીનીને પગે લાગવું પડયું
અમદાવાદની 'સાલ' કોલેજમાં ગુરુ શિષ્યના સંબંધો લજવે તેવો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. કોલેજમાં હાજરીના મુદ્દે ABVPના વિદ્યાર્થી નેતાઓ દ્વારા મહિલા આચાર્ય સમક્ષ કરાયેલી ઉગ્ર રજૂઆતો દરમિયાન મહિલા આચાર્ય વિદ્યાર્થીનીને પગે લાગતા હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિવાદ થતાં એબીવીપી દ્વારા વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલને સસ્પેન્ડ કરી દેવાયો હતો. અમદાવાદની 'સાà
Advertisement
અમદાવાદની 'સાલ' કોલેજમાં ગુરુ શિષ્યના સંબંધો લજવે તેવો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. કોલેજમાં હાજરીના મુદ્દે ABVPના વિદ્યાર્થી નેતાઓ દ્વારા મહિલા આચાર્ય સમક્ષ કરાયેલી ઉગ્ર રજૂઆતો દરમિયાન મહિલા આચાર્ય વિદ્યાર્થીનીને પગે લાગતા હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિવાદ થતાં એબીવીપી દ્વારા વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલને સસ્પેન્ડ કરી દેવાયો હતો.
અમદાવાદની 'સાલ' કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરીના મુદ્દે કાર્યવાહી કરાઇ રહી છે અને તે મુદ્દે ગુરુવારે ABVPના વિદ્યાર્થી નેતાઓ અને કેટલાક વિદ્યાર્થીઓ કોલેજના મહિલા ઇન્ચાર્જ આચાર્ય સમક્ષ રજૂઆતો કરવા ગયા હતા. વિદ્યાર્થીઓએ આચાર્ય સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆતો અને દાદાગીરીભર્યું વર્તન જોયા બાદ મહિલા આચાર્યને બે હાથ જોડીને એક વિદ્યાર્થીનીને પગે લાગવું પડયું હતું. ગુરુ શિષ્યના પવિત્ર સબંધને લાંછન લગાડે તેવો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ABVPના વિદ્યાર્થી નેતા દ્વારા કરાયેલા આ કૃત્યને ઠેર ઠેર વખોડી કઢાયુ હતું અને આ કૃત્ય બદલ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
જો કે વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતાં એ ABVP પણ હરકતમાં આવ્યું હતું અને તેણે વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલને સસ્પેન્ડ કરી દીધો હતો. ABVP દ્વારા જણાવાયું હતું કે 'સાલ' કોલેજ કેમ્પસમાં થયેલ ઘટના નિંદનીય છે, અને ABVPના કાર્યકર દ્વારા ભુલ થઇ છે. ABVP આવી કોઇ ઘટનાનું સમર્થન કરતું નથી. આ મામલે વિદ્યાર્થી પરિષદના મહાનગર મંત્રી પ્રાર્થનાબેન અમીન અને પ્રતિનિધિ મંડળ આચાર્યને મળીને પોતાની ભૂલનો સ્વીકાર કરશે. વધુમાં જણાવાયું હતું કે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા કાર્યકર્તા અક્ષત જયસ્વાલને પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા દરેક જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.