Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NSUI દ્વારા કોલેજના પ્રોફેસરોનું ફુલો આપીને કરાયું સન્માન

અમદાવાદની 'સાલ' કોલેજમાં ગુરુ શિષ્યના સંબંધો લજવે તેવો કિસ્સો બહાર આવ્યા બાદ NSUI હવે મેદાનમાં આવ્યું છે અને NSUI દ્વારા પ્રોફેસરો પ્રત્યે આદરભાવ જગાવવા શનિવારે NSUIના કાર્યકરો અને નેતાઓ કોલેજમાં પહોંચ્યા હતા અને પ્રોફેસરોને પગે લાગી તેમને ફુલો આપીને સન્માન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે સાલ કોલેજમાં હાજરીના મુદ્દે ABVPના વિદ્યાર્થી નેતાઓ દ્વારા મહિલા આચાર્ય સમક્ષ કરાયેલી ઉગ્ર રજૂઆતો
nsui દ્વારા કોલેજના પ્રોફેસરોનું ફુલો આપીને કરાયું સન્માન

અમદાવાદની 'સાલ' કોલેજમાં ગુરુ શિષ્યના સંબંધો લજવે તેવો કિસ્સો બહાર આવ્યા બાદ NSUI હવે મેદાનમાં આવ્યું છે અને NSUI દ્વારા પ્રોફેસરો પ્રત્યે આદરભાવ જગાવવા શનિવારે NSUIના કાર્યકરો અને નેતાઓ કોલેજમાં પહોંચ્યા હતા અને પ્રોફેસરોને પગે લાગી તેમને ફુલો આપીને સન્માન કર્યું હતું.

Advertisement

ઉલ્લેખનિય છે કે સાલ કોલેજમાં હાજરીના મુદ્દે ABVPના વિદ્યાર્થી નેતાઓ દ્વારા મહિલા આચાર્ય સમક્ષ કરાયેલી ઉગ્ર રજૂઆતો દરમિયાન મહિલા આચાર્ય વિદ્યાર્થીનીને પગે લાગતા હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો  હતો. જો કે આ મામલે વિવાદ થતાં એબીવીપી દ્વારા વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલને સસ્પેન્ડ કરી દેવાયો હતો.
બીજી તરફ આ મુદ્દે હવે રાજકારણ શરુ થયું છે. NSUI દ્વારા પ્રોફેસરો પ્રત્યે સન્માન ભાવ જાગે તે માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ કોલેજમાં જઇને પ્રોફેસરોનું સન્માન કર્યું હતું અને ફુલહાર કરી ફુલો આપી પ્રોફેસરોના પગે પડયા હતા અને સન્માન કર્યું હતું
NSUI દ્વારા જણાવાયું હતું કે આગામી સમયે પણ NSUI દ્વારા પ્રફેસરોના સન્માનમાં કાર્યક્રમો આપવામાં આવશે. એક તરફ પ્રોફેસરો ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે ABVPના કાર્યકરો દ્વારા પ્રોફેસરોનું અપમાન કરવામાં આવે છે. પ્રોફેસરને પગે પડવા મજબૂર કરનારા  ABVPના કાર્યકર સામે કાર્યવાહી કરવાની માગ પણ NSUI દ્વારા કરાઇ હતી.







Advertisement
Tags :
Advertisement

.