Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુરમીત રામ રહીમને કોર્ટે આપી મોટી રાહત, હત્યા કેસમાં નિર્દોષ જાહેર

Gurmeet Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ (Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim) ને હાઈકોર્ટે (HighCourt) મોટી રાહત આપી છે. જણાવી દઇએ કે, કોર્ટે રામ રહીમને હત્યા (Murder) ના 22 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર...
ગુરમીત રામ રહીમને કોર્ટે આપી મોટી રાહત  હત્યા કેસમાં નિર્દોષ જાહેર

Gurmeet Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ (Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim) ને હાઈકોર્ટે (HighCourt) મોટી રાહત આપી છે. જણાવી દઇએ કે, કોર્ટે રામ રહીમને હત્યા (Murder) ના 22 વર્ષ જૂના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે ડેરા મેનેજર રણજીત સિંહની 2002માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ જ કેસમાં પંચકુલાની સ્પેશિયલ CBI કોર્ટે 18 ઓક્ટોબર 2021ના રોજ રામ રહીમને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી હતી. હવે ચંદીગઢ હાઈકોર્ટે CBI કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે અને ડેરા ચીફ સહિત 5 અપરાધીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

Advertisement

રામ રહીમ સહિત 5 આરોપીને થઈ હતી આજીવનકેદ

22 વર્ષ પહેલા 10 જુલાઈ 2002ના રોજ સિરસા ડેરાના મેનેજર રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ 2003માં CBIને સોંપવામાં આવી હતી. CBIને તેની તપાસમાં જાણવા મળ્યું કે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સહિત 5 લોકોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો, જેના પછી CBI કોર્ટે રામ રહીમ સહિત પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી. રામ રહીમે CBI કોર્ટના નિર્ણય સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની બનેલી હાઈકોર્ટની બે સભ્યોની ડિવિઝન બેન્ચે અરજી સ્વીકારી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ હત્યા કેસમાં રામ રહીમ સહિત પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

  • હત્યા કેસમાં ડેરા પ્રમુખ રામ રહીમ નિર્દોષ
  • પંજાબ-હરિયાણા કોઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો
  • CBI કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે પલટ્યો
  • રામ રહીમ સહિત 5 આરોપીને થઈ હતી ઉંમરકેદ
  • રણજીત સિંહની હત્યાના કેસમાં થઈ હતી સજા
  • દુષ્કર્મના કેસમાં હાલ જેલમાં બંધ છે રામ રહીમ

Advertisement

કેસના ટ્રાયલ દરમિયાન એક આરોપીનું થયું હતું મોત

જણાવી દઇએ કે, આ કેસમાં અન્ય આરોપીઓ અવતાર સિંહ, કૃષ્ણલાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ છે. વળી, ટ્રાયલ દરમિયાન જ એક આરોપીનું મૃત્યુ થયું હતું. જોકે, પત્રકાર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં રામ રહીમની અપીલ હજુ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. હાલ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

ગુરમીત રામ રહીમ શું હવે જેલમાંથી બહાર આવશે?

ઉલ્લેખનીય છે કે, 22 વર્ષ જૂના આ હત્યા કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ પણ ગુરમીત રામ રહીમ જેલમાંથી બહાર આવી શકશે નહીં. કારણ કે રામ રહીમ અન્ય ઘણા મામલામાં જેલની સજા ભોગવી રહ્યો છે. રામ રહીમને બે સાધ્વીઓનું યૌન શોષણ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય રામ રહીમને છત્રપતિ હત્યા કેસમાં પણ આજીવન કેદની સજા થઈ છે. આવી સ્થિતિમાં રામ રહીમને આ બંને કેસમાં સજા ભોગવવાના કારણે હજુ પણ જેલમાં રહેવું પડશે.

Advertisement

આ પણ વાંચો - Delhi : અરવિદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો

આ પણ વાંચો - ‘વર્ષોથી ગાળો સાંભળી છે હવે તો ગાલીપ્રુફ બની ગયો છું’ PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

Tags :
Advertisement

.