પંજાબ સરકારનું એલાન, દરેક ઘરમાં 300 યુનિટ વીજળી ફ્રી અપાશે
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પોતાનું પહેલુ બજેટ રજૂ કરી કરી છે. નાણા મંત્રી હરપાલસિંહ ચીમાએ બજેટ ભાષણ રજૂ કર્યું હતું જેમાં રાજ્યમાં 1લી જુલાઇથી 300 યુનિટ ફ્રી વીજળી નો વાયદો પુરો કરાશે તેવી જાહેરાત કરી હતી. નાણા મંત્રી ચીમાએ કહ્યું કે સરકાર પહેલી ગેરંટી પુરી કરવા જઇ રહી છે. પંજાબના દરેક ઘરમાં 1 લી જુલાઇથી દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. સરકાર યોજના માટે નાણાંકિય વ્યવàª
Advertisement

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પોતાનું પહેલુ બજેટ રજૂ કરી કરી છે. નાણા મંત્રી હરપાલસિંહ ચીમાએ બજેટ ભાષણ રજૂ કર્યું હતું જેમાં રાજ્યમાં 1લી જુલાઇથી 300 યુનિટ ફ્રી વીજળી નો વાયદો પુરો કરાશે તેવી જાહેરાત કરી હતી.
નાણા મંત્રી ચીમાએ કહ્યું કે સરકાર પહેલી ગેરંટી પુરી કરવા જઇ રહી છે. પંજાબના દરેક ઘરમાં 1 લી જુલાઇથી દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. સરકાર યોજના માટે નાણાંકિય વ્યવસ્થા પુરી કરવા તૈયાર છે. ચીમાએ બજેટ ભાષણ પહેલા કહ્યું કે પંજાબ સરકારનો મુખ્ય ઉદ્દેષ્ય ભ્રષ્ટાચાર મુક્ત શાસન પ્રદાન કરવાનો છે અને રાજ્યના લોકો પર એક એક રુપિયાનો ખર્ચ કરવામાાં આવશે.
એવું માનવામાં આવે છે કે બજેટમાં શિક્ષણ અને આરોગ્ય પર વધુ ફોકસ આપવામાં આવશે. રાહતની વાત એ છે કે ભાગવંત માન સરકારના આ બજેટમાં કોઇ નવો ટેક્સ લગાવામાં નહીં આવે. કેટલીક રાહતો પણ આપવામાં આવે તેવી આશા છે.
આ ઉપરાંત વીજળી સબસિડી માટે બજેટમાં પ્રાવધાન કરાશે. ટેકસ ચોરી રોકવા માટે બજેટમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. કેટલાક સેક્ટરમાં બેલઆઉટ પેકેજ દ્વારા સરકાર રાહત આપી શકે છે. નાણા મંત્રી ચીમાએ લોકોની વચ્ચે જઇને સલાહ લીધી હતી અને તેને બજેટમાં સામેલ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પંજાબ ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલે રાજ્યના દરેક ઘરમાં 300 યુનિટ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો હતો અને તેને પહેલી ગેરંટી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હું જે કહું છું તેને ગેરંટી માની લેવી જોઇએ. વીજળીના બિલો પણ માફ કરવામાં આવશે
માન સરકારે સૌથી પહેલાં બેરોજગારી માટે નિર્ણય કર્યો હતો અને સીએમએ એલાન કર્યું હતું કે સરકારી કચેરીઓમાં 25 હજાર ભરતી કરવામાં આવશે. સરકારે ધારાસભ્યોના પેંશન પર પણ મોટો નિર્ણય લઇને હવે માત્ર એક કાર્યકાળ ધરાવતા ધારાસભ્યને જ ફાયદો મળશે.
Advertisement