Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: RTO ની મનમાનીએ ખાનગી બસ સંચાલકોની પરેશાનીઓ વધારી! ટુર ઓપરેટરે કહ્યું...

ગુજરાત ખાનગી બસ સંચાલકોને ટેક્સને લઈને મુશ્કેલી ગુજરાત બહાર અન્ય રાજ્યમાં બસના રજીસ્ટ્રેશનને લઈ હાલાકી ઓલ ઈન્ડિયા ટેક્સ ભરવા છતાં ગુજરાત RTO લાખોના મેમો આપતું હોવાના આરોપ Gujarat: ગુજરાત ખાનગી બસ સંચાલકો (Private Bus Operators)ને ટેક્સને લઈ મુશ્કેલી વધી...
gujarat  rto ની મનમાનીએ ખાનગી બસ સંચાલકોની પરેશાનીઓ વધારી  ટુર ઓપરેટરે કહ્યું
  1. ગુજરાત ખાનગી બસ સંચાલકોને ટેક્સને લઈને મુશ્કેલી
  2. ગુજરાત બહાર અન્ય રાજ્યમાં બસના રજીસ્ટ્રેશનને લઈ હાલાકી
  3. ઓલ ઈન્ડિયા ટેક્સ ભરવા છતાં ગુજરાત RTO લાખોના મેમો આપતું હોવાના આરોપ

Gujarat: ગુજરાત ખાનગી બસ સંચાલકો (Private Bus Operators)ને ટેક્સને લઈ મુશ્કેલી વધી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત બહાર અન્ય રાજ્યમાં બસનું રજીસ્ટ્રેશનને લઈ હાલાકી જોવા મળી રહીં છે. અન્ય રાજ્યમાં રજીસ્ટ્રેશન બાદ ઓલ ઈન્ડિયાનો ટેક્સ ભર્યા બાદ પણ ગુજરાત રાજ્યમાંથી આરટીઓ સર્વેલન્સ સ્વોક્ડ થકી લાખો રૂપિયાના મેમા અપાય છે. નોંધનીય છે કે, AITP (ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમીટ)ના મેમો આવતા ઓપરેટોને હાલાકી થઈ રહીં છે.

Advertisement

આ પણ વાંચો: IPS Gujarat : અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા પણ...

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારમાં ટેક્સ ભર્યા પછી પણ ટૂર ઓપરેટરો વ્યવસાય કરી શક્તા નથી. અનેક ટૂર ઓપરેટરો આ બાબતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. આ બાબતે ટૂર ઓપરેટરે કહ્યું કે, ‘અધિકારીઓ પોતાના વિચારોના આધારે કાર્યવાહી કરે છે. જેથી ટૂર ઓપરેટરોને ધંધો કરવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે.’ વધુમાં વાત કરાવમાં આવે તો તેમણે કહ્યું કે, આ બાબતે ચોક્કસ નીતિ નિયમ નક્કી કરવા જરૂરી છે. અમે અનેક વખત રજુઆતો કરી છે તેમ છતાં હાલાકી થઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: રાજકોટમાં ઓપરેશન લોટસ! કોંગ્રેસના હાથમાંથી જશે તાલુકા પંચાયત?

ગુજરાત રાજ્યમાં બસ રજીસ્ટ્રેશન ફી વધારે

મળતી વિગતો પ્રમાણે ગુજરાત (Gujarat) રાજ્યમાં બસ રજીસ્ટ્રેશન ફી વધારે હોવાથી ટૂર ઓપરેટરો એમપી અને એનએલનુ પાર્સિંગ કરાવે છે. જો રાજ્ય સરકાર (Gujarat) આ ફી ઘટાડે તો સરકારને પણ ફાયદો થશે તેવું ટૂર ઓપરેટરોનું કહેવું છે. એક  ટૂર ઓપરેટરે કહ્યું કે, એનએલ અને એમપી પાર્સિંગ વાળી બસોને 5 લાખ સુધીનો મેમો અપાય છે. જેના કારણે ખાનગી બસ ચાલકોને ભારે હાલાકી પડી રહીં છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી ગુજરાત (Gujarat) માં ખાનગી બસ ચાલકોને ભારે હાલાકી પડી રહીં છે.

Advertisement

આ પણ વાંચો: Yuvrajsinh Jadeja : શું ખરેખર...વધુ એક પરીક્ષામાં છબરડો ? CBRT ની પરીક્ષા રદ કરવા માગ

Tags :
Advertisement

.