Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની નવરાત્રીમાં સગીરાઓ અસુરક્ષિત! માતાઓની ન્યાયની ગુહાર

પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી 20 વર્ષની જેલથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે Gujarat Navaratri : ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી...
ગુજરાતની નવરાત્રીમાં સગીરાઓ અસુરક્ષિત  માતાઓની ન્યાયની ગુહાર
  • પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે
  • વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી
  • 20 વર્ષની જેલથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે

Gujarat Navaratri : ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબે રમવાની છૂટ આપી છે. પરંતુ રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વડોદરાના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ સુરતના માંગરોળના બોરસરાં પણ ભાયલી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે.

Advertisement

પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે

ત્યારે છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ બની છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે બળાત્કારના સમાચાર સામે આવ્યા છે. દીકરીઓની સુરક્ષાની મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં દુષ્કર્મના બનાવો વધતા રાજ્યની દીકરીઓ અને તમેના પરિવારને ભય અને અસલામતીનો અનુભવ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાજપ સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે.

Advertisement

વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી

ઓક્ટોબર મહિનામાં સુરત, વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરન્દ્રનગર, બોરસદ સહિતના શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના પહેલા દાહોદમાં પાંચ વર્ષની માસુમ બાળકીને શાળાના નરાધમ આચાર્યએ જ હવસનો શિકાર બનાવી તેની હત્યા કરી નાંખી હતી. સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત એક વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી. મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો ઉત્તર ગુજરાતમાં જ એક ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભાજપ યુવા મોરચાના મંત્રીની સંડોવણી બહાર આવી હતી.

આ પણ વાંચો: GONDAL : પ્રાચીન ગરબીનું પ્રખ્યાત "દૈત્યનો હાહાકાર" નાટક જોવા લોકો ઉમટ્યા

Advertisement

20 વર્ષની જેલથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે

ભારતીય દંડ સંહિતાની કલમ 65 માં જોગવાઈ છે કે, જો કોઈ વ્યક્તિ 12 વર્ષથી નાની ઉંમરની બાળકીની સાથે દુષ્કર્મનો દોષિત સાબિત થાય છે. તો તેને 20 વર્ષની જેલથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. તેમાં પણ આજીવન કેદની સજા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દોષિત જીવિત રહેશે. આવા મામલે દોષિત સાબિત થવા પર મોતની સજાની જોગવાઈ પણ છે. આ સિવાય દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ગેંગરેપના મામલામાં દોષિત સાબિત થવા પર 20 વર્ષથી લઈને આજીવન કેદ અને દંડની સજાની જોગવાઈ છે. બીએનએસની કલમ 70(2) હેઠળ, સગીરાની સાથે ગેંગરેપના દોષિત સાબિત થવા પર આજીવન કેદની સજા તો થશે જ સાથે જ મોતની સજા પણ થઈ શકે છે. આવા મામલે દંડની પણ જોગવાઈ છે.

આ પણ વાંચો: VADODARA : અટલ બ્રિજની ઇમર્જન્સી બેરીકેડીંગ ખોલી જોખમ ઉભુ કરનાર સામે ફરિયાદ

Tags :
Advertisement

.