Ahmedabad : 'તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે છે તેને તો અટકાવી શકતા નથી' : High Court
- ગુજરાત પોલીસની કામગીરીને લઈ વધુ એક વખત ઉઠ્યા સવાલ! (High Court)
- રિકવરીનાં કેસમાં પોલીસની કાર્યવાહી સામે HC ની નારાજગી
- જે કામ કરવાનું છે એ કરોને: ગુજરાત હાઈકોર્ટ
- તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે તેને તો અટકાવી શકતા નથી : HC
ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરીને લઈ ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) વધુ એક વખત સવાલ ઉઠાવી આકરી ઝાટકણી કાઢી છે. રિકવરીનાં એક કેસમાં પોલીસની કાર્યવાહીને લઈ હાઇકોર્ટે (HC) ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, જે કામ કરવાનું છે એ કરો ને... તલવારો લઈને ફરે છે અને ફાયરિંગ કરે છે તેને તો અટકાવી શકતા નથી. રિકવરીની તપાસમાં પોલીસને કયાં નોટિસ ઇસ્યૂ કરવાની છે.
આ પણ વાંચો -Ankleshwar : 5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસ મામલે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા, 5 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
ગુજરાત પોલીસની કામગીરી સામે કોર્ટની નારાજગી
ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેતપુરનાં (Jetpur) વેપારીને 21 લાખની ઉઘરાણી મામલે અલગ-અલગ પોલીસ સ્ટેશનથી હેરાનગતિ કરવા અંગે હાઇકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણીમાં કોર્ટે (High Court) ગુજરાત પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. HC એ પોલીસને કહ્યું કે, જે કામ કરવાનું છે એ કરો ને, તલવારો લઈને ફરે છે અને ફાયરિંગ કરે છે તેને તો અટકાવી નથી શકતા.
આ પણ વાંચો -Gandhinagar : કર્મચારીઓ પર સરકાર ઓળઘોળ! બોનસ સાથે લાંબી રજા!
- ગુજરાત પોલીસની કામગીરીને લઈ વધુ એક વખત ઉઠ્યા સવાલ!
- રિકવરીનાં કેસમાં પોલીસની કાર્યવાહી સામે HC ની નારાજગી
- જે કામ કરવાનું છે એ કરોને: ગુજરાત હાઈકોર્ટ
- તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે તેને તો અટકાવી શકતા નથી : HC
- સુનાવણીમાં સબંધિત જિલ્લાનાં DySP ને હાજર રહેવા આદેશ…— Gujarat First (@GujaratFirst) October 14, 2024
સબંધિત જિલ્લાના DySP ને હાજર રહેવા આદેશ
કોર્ટે આગળ કહ્યું કે, રિકવરીની તપાસમાં પોલીસને કયાં નોટિસ ઇસ્યૂ કરવાની જરૂર છે. આ મામલે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણીમાં સબંધિત જિલ્લાના DySP ને હાજર રહેવા ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આદેશ આપ્યો છે. વેપારીએ કોર્ટમાં કરેલી અરજીમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ અને આરોપ લગાવાયા હતા.
આ પણ વાંચો -Gandhinagar : મોડી રાતે 'નેશનલ લો યુનિવર્સિટી' ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી!