Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Exclusive : અયોધ્યા જતા ગુજરાતના મંત્રીઓ સાથે Gujarat First ની Exclusive વાતચીત, જાણો કોણે શું કહ્યું?

ઉત્તરપ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ થયું છે. પીએમ મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં રામ મંદિરનો (Ram Temple) ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. ત્યારે આજે ગુજરાતનું મંત્રીમંડળ (Gujarat Ministers) અયોધ્યા રામ મંદિરની મુલાકાતે છે. વિધાનસભા સત્ર પૂર્ણ થતાં...
gujarat first exclusive   અયોધ્યા જતા ગુજરાતના મંત્રીઓ સાથે gujarat first ની exclusive વાતચીત  જાણો કોણે શું કહ્યું

ઉત્તરપ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ થયું છે. પીએમ મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં રામ મંદિરનો (Ram Temple) ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. ત્યારે આજે ગુજરાતનું મંત્રીમંડળ (Gujarat Ministers) અયોધ્યા રામ મંદિરની મુલાકાતે છે. વિધાનસભા સત્ર પૂર્ણ થતાં ગુજરાતના તમામ મંત્રીઓ અયોધ્યામાં રામ મંદિરે ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. ત્યારે મંત્રીઓ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ફરી એકવાર અયોધ્યા પહોંચી છે. અયોધ્યા જતા કેટલાક મંત્રીઓએ ફ્લાઈટમાં Gujarat First સાથે Exclusive વાતચીત કરી હતી.

Advertisement

હાલ ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનો (Lok Sabha Elections) ઘમઘમાટ ચાલી રહ્યો છે. દરમિયાન, લોકસભાની ચૂંટણી પહેલા રામલલ્લાના દર્શન કરવા માટે ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), મંત્રી ઋતિકેશ પટેલ (Ritikesh Patel), કુબેર ડીંડોર (Kuber Dindor), ભાનુબેન બાબરિયા, બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ અયોધ્યા પહોંચ્યા છે અને રામલલ્લાના દર્શન કર્યા છે. જો કે, આ પહેલા ફ્લાઇટમાં કેટલાક નેતાઓએ Gujarat First સાથે Exclusive વાતચીત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) Gujarat First ને જણાવ્યું હતું કે, ખૂબ જ આનંદથી બધા મંત્રીઓ રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે.

Advertisement

પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દર્શન કરવાનું મન હતું : ઋતિકેશ પટેલ

જ્યારે મંત્રી ઋતિકેશ પટેલે (Ritikesh Patel) Gujarat First ને કહ્યું હતું કે, રામલ્લાના દર્શન કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરી હતી. પરંતુ, વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી તે શક્ય નહોતું. જો કે, સત્ર પૂર્ણ થતા આદરણીય સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓની માગણીને સ્વીકારી અને આજે આ શક્ય થયું છે. પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) હસ્તે જ્યારથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી મનમાં હતું કે અયોધ્યા જઈને ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરીએ ત્યારે આજે આ ઇચ્છા પૂર્ણ થઈ છે.

ભગવાન રામ દરેક ભારતીયના હૃદયમાં છે : શંકરસિંહ ચૌધરી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) એ ગુજરાત ફર્સ્ટને (Gujarat First Exclusive) જણાવ્યું કે, ગુજરાતની આ ટીમ ગુજરાતના વિકાસ માટે સર્વોત્તમ ફાળો આપે તેવી ભગવાન રામલલ્લાને પ્રાર્થના છે. જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ (Shankar Singh Chaudhary) જણાવ્યું હતું કે, ભગવાન રામ દરેક ભારતીયના હૃદયમાં છે. જ્યારથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી મનમાં દર્શન કરવાનો ભાવ હતો, ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તમામ મંત્રીઓ સાથે મળીને ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તે ખૂબ જ અદ્ભૂત છે.

Advertisement

PM મોદીએ કરોડો ભારતીયોનું સપનું પૂર્ણ કર્યું : હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બને તેવી વર્ષોથી ભારતના કરોડો લોકોની ઇચ્છા હતી. રામ મંદિર (Ram Temple) માટે 500 વર્ષના સંઘર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કરોડોના ભારતીયોની આ ઇચ્છાને પૂર્ણ કરી છે. અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નોંધ વિશ્વના દરેક દેશમાં લેવાઈ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સમગ્ર મંત્રીમંડળ સ્વખર્ચે એટલે કે સરકારી ખર્ચ વિના અયોધ્યા જઈ રહ્યા છીએ. મુખ્યમંત્રીની આગેવાનીમાં ભગવાન રામના દર્શન કરવાનો આજે લાભ મળશે. ભગવાન શ્રીરામને ગુજરાતના વધુ વિકાસ માટે પ્રાર્થના કરીશું.

વિમાનમાં મંત્રીઓએ 'સિયાવર રામચંદ્ર કી જય' બોલાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋતિકેશ પટેલ (Ritikesh Patel), કુબેર ડીંડોર (Kuber Dindor), ભાનુબેન બાબરિયા, બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ પાનસેરિયા (Praful panseria), મુળુભાઈ બેરા સહિતના નેતાઓ વિમાનમાં સવાર થયા ત્યારે સફર શરૂ કરતા પહેલા અને યાત્રા દરમિયાન તમામ મંત્રીઓએ 'જય શ્રી રામ', 'સિયાવર રામચંદ્ર કી જય' ના નારા લગાવ્યા હતા. ગુજરાત ફર્સ્ટના (Gujarat First Exclusive) કેમેરામાં તમામ મંત્રીઓ નારા લગવાતા કેદ થયા હતા.

આ પણ વાંચો - Gujarat First Exclusive : ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે તમામ મંત્રીઓની અયોધ્યા યાત્રા શરૂ, જુઓ વિમાનની અંદરનો Video

Tags :
Advertisement

.