BYM : ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનું પ્રશાંત કોરાટનું નિવેદન
BYM : પરશોત્તમ રુપાલા વિવાદ બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેવા સમયે જ વડોદરામાં ગુજરાત ભાજપ યુવા મોરચા (BYM) ના પ્રમુખ પ્રશાંત કોરાટે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનું નિવેદન કરતાં ખળભળાટ મચી ગયો છે. BYM ના પ્રશાંત કોરાટના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે આંદોલન
રાજ્યમાં ચૂંટણી ટાણે જ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આંદોલનના મંડાણ થયા છે. રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની મહારેલી પણ યોજાઇ હતી અને વિવિધ સ્થળો પર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જો કે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલી રહ્યું છે.
ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત
બરાબર આ જ સમયે ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે કરેલા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં પ્રશાંત કોરાટે ક્ષત્રિય આંદોલનના મુદ્દે કહ્યું કે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે.
પરશોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર
પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખનો મોટો આરોપ
પ્રશાંત કોરાટે ક્ષત્રિય આંદોલનને ગણાવ્યું કોંગ્રેસ પ્રેરિત
ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છેઃ પ્રશાંત કોરાટ@DrPrashantkorat @PRupala @BJP4Gujarat @BJP4India @CMOGuj @PMOIndia @HMOIndia… pic.twitter.com/f7NQ5kNiob— Gujarat First (@GujaratFirst) April 6, 2024
કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે
પ્રશાંત કોરાટે આરોપ લગાવતાં કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે. કોરાટે કહ્યું કે બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું ષડયંત્ર છે.
ગુજરાતમાં મતદારો ભાજપ સાથે અડીખમ
પ્રશાંત કોરાટે કહ્યું કે ગુજરાતમાં મતદારો ભાજપ સાથે અડીખમ છે અને ભાજપ દરેક બેઠક મોટી લીડથી જીતશે.
આ પણ વાંચો------ વિવાદના વંટોળ વચ્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી
આ પણ વાંચો----- એકવાર ફરી ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર, પોલીસને આપી ગર્ભિત ધમકી
આ પણ વાંચો---- Amit Shah : ગાંધીનગરમાં આ તારીખે ઉમેદવારી પત્ર ભરશે ગૃહમંત્રી અમિત શાહ! પૂર્વ CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર