Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat ATSએ જપ્ત કર્યું રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ, બેરલોમાં ભરેલું હતું લિક્વિડ...

સુરતમાં કેરાલી ગામમાં ઝડપાયેલ ફેક્ટરી મામલે વધુ કાર્યવાહી બાતમીના આધારે ગુજરાત ATSએ મુંબઈ ભિવંડીમાં કરી રેડ રેડ દરમિયાન ATSએ રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું Gujarat: ગુજરાત ATS અત્યારે કડક કાર્યવાહી કરી રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો,...
gujarat atsએ જપ્ત કર્યું રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ  બેરલોમાં ભરેલું હતું લિક્વિડ
  1. સુરતમાં કેરાલી ગામમાં ઝડપાયેલ ફેક્ટરી મામલે વધુ કાર્યવાહી
  2. બાતમીના આધારે ગુજરાત ATSએ મુંબઈ ભિવંડીમાં કરી રેડ
  3. રેડ દરમિયાન ATSએ રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું

Gujarat: ગુજરાત ATS અત્યારે કડક કાર્યવાહી કરી રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં કેરાલી ગામમાં ઝડપાયેલી ફેક્ટરીનો મામલે મહત્વની સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat) ATSએ મુંબઈ ભિવંડીમાં રેડ પાડી હતી. જેથી આરેડ દરમિયાન ATSએ રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું છે. મળતી વિગતો પ્રમાણે ભિવંડીના એક ફ્લેટમાંથી ડ્રગ્સ કબજે કરી લેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની પણ ધરપકડ કરી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: કાલોલમાં સ્કૂલ બસનું નીકળી ગયું ટાયર, મોટી દુર્ઘટના ટળી

Advertisement

ફેક્ટરીમાંથી અગાઉ 51 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું

નોંધનીય છે કે, સુરતની એક ફેક્ટરીમાંથી અગાઉ 51 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. જે બાદ આગળની તપાસ કરવામાં આવી હતી. જે મામલે મુબંઈમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.અત્યારે મુંબઈમાંથી એક કે બે કરોડનું નહીં પરંતુ 800 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસ (Gujarat ATS)ની ટીમને એવી બાતમી મળી હતી કે, સુરતમાંથી પકડાયેલા ડ્રગ્સની તાર છેક મુંબઈ સુધી છે, તેથી એટીએસ (Gujarat ATS) દ્વારા મુંબઈમાં તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Sheikh Hasina ગુમાવશે સત્તા... આ ભારતીય જ્યોતિષીએ પહેલેથી જ આપી હતી ચેતવણી

Advertisement

આરોપીઓ ભિવંડીમાં બનાવતા હતા એમડી ડ્રગ્સ

વિગતે વાત કરવામાં આવે તો, ડ્ર્ગ્સ સાથે પકડાયેલા આરોપીઓ બન્ને ભાઈઓ છે, જેમનું નામ મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ છે. જો કે, આ કેસમાં ત્રીજો આરોપી જે પણ આમનો ભાઈ જ છે તે અત્યારે ફરાર છે. બાતમી એવી હતી કે, આરોપીઓ ભિવંડીમાં આવેલા કોઈ વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવે છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ગુજરાત એટીએસની ટીમને ત્યાંથી 10.969 કિલોગ્રામ સેમી-લિક્વિડ એમડી ડ્રગ્સ અને 782 કિલો બેરલોમાં ભરેલું લિક્વિડ એમડી જપ્ત કર્યું છે. આ ડ્ર્ગ્સની 800 કરોડ જેટલી કિંમતનું હોવાનું પ્રાથમિક તારણ છે. આ સાથે અહીંથી અન્ય પણ ધણી વસ્તુઓ મળી આવ્યાના અહેવાલ છે.

આ પણ વાંચો: High Court : હવે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત, HC એ કર્યો આદેશ

ફ્લેટ ભાડે રાખીને આ ડ્રગ્સ બનાવવાનું શરુ કર્યું હતું

પકડાયેલા આરોપીઓમાંથી એક મોહંમદ યુનુસ દુબઇ થી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સની સ્મગલિંગ કરતો હતો. આ સમય દરમિયાન દુબઈમાં ડ્રગ્સ બનાવવાનું અને વેચાણ કરવાનું તે શીખ્યો હતો. આ સાથે બને ભાઈ સાથે સાદિક નામનો આરોપી પણ સંડોવાયેલો છે. છેલ્લા 8થી 9 મહિનાથી ઓછી અવરજવર વાળા વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખીને આ ડ્રગ્સ બનાવવાનું શરુ કર્યું હતું. પકડાયેલા બને આરોપી ભાઈઓ આ ડ્રગ્સ કેટલા સમયથી બનાવતા હતા અને રો મટિરિયલ તેમને કોણે સપ્લાય કર્યું? તે એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે. દુબઈમાં કોઈની સાથે સંકળાયેલા છે કે કેમ? આ તૈયાર જથ્થો કોણ ખરીદવાનું હતું તે દિશામાં પણ તપાસ તેજ થઇ છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

Tags :
Advertisement

.