GTB Hospital Firing: દિલ્હીમાં ધોળા દિવસે સરકારી હોસ્પિટલમાં દર્દી પર કર્યો ભયાવહ ગોળીબાર
GTB Hospital Firing: રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની સરકારી GTB Hospital માં દાખલ દર્દી પર ભયાવહ રીતે ગોળીબાર કરવામાં આવ્યો છે. તેના કારણે GTB Hospital ની અંદર જ ઘાયલ દર્દીનું મોત નિપજ્યુ છે. જોકે આ ઘટનાને કારણે GTB Hospital સહિત દિલ્હીની સુરક્ષા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ ઘટના અંગે દિલ્હી Delhi Police કડક રીતે તજવીજ હાથ ધરી છે.
દર્દી રિયાઝુદ્દીન પર ગોળીબાર કર્યો હતો
ગોળીબારનો અવાજ સાંભળી સ્ટાફમાં ગભરાટ
Delhi Police પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી
#WATCH | Delhi: A PCR call regarding firing in ward No 24 of GTB Hospital was received at PS GTB Enclave. On reaching the spot, it was found that one patient namely Riyazuddin was admitted to the hospital for treatment of abdominal infection. Today at about 4:00 pm, a person aged… pic.twitter.com/1TgCAlqWVu
— ANI (@ANI) July 14, 2024
આ ઘટના શાહદરાની GTB Hospital માં બની હતી. દિલ્હી Delhi Police ના જણાવ્યા અનુસાર રિયાઝુદ્દીન નામના વ્યક્તિને પેટમાં ઈન્ફેક્શનની સમસ્યાને કારણે 23 જૂને GTB GTB Hospital માં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજ સાંજે 4 વાગ્યે એક 18 વર્ષીય યુવક GTB Hospital માં દાખલ થયો હતો અને દર્દી રિયાઝુદ્દીન પર ગોળીબાર કર્યો હતો. દર્દી રિયાઝુદ્દીનને ગોળી વાગતાં જ તેનું મોત થયું હતું.
ગોળીબારનો અવાજ સાંભળી સ્ટાફમાં ગભરાટ
મૃતકની ઉંમર 32 વર્ષ હોવાનું કહેવાય છે, જે દિલ્હીના ખજુરી વિસ્તારનો રહેવાસી હતો. GTB Hospital માં ગોળીબારનો અવાજ સાંભળીને દર્દીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. આ બાબતે સ્ટાફે પીસીઆરને ફોન કર્યો હતો. તો Delhi Police ને માહિતી મળતાની સાથે જ સ્થાનિક Delhi Police ની ટીમ GTB Hospital પહોંચી અને ઘટનાની તપાસ કરી રહી છે.
Delhi Police પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી
જે વોર્ડમાં ગોળીબાર થયો હતો તે વોર્ડ Delhi Police એ ખાલી કરાવ્યો હતો. Delhi Police એ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તે જ સમયે આ માહિતી મળતાની સાથે જ દર્દીના પરિવારના સભ્યો પણ GTB Hospital પહોંચ્યા હતાં. Delhi Police પરિવારજનોની પણ પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મૃતકનો કોઈ સાથે કોઈ વિવાદ હતો. જો કે હજુ સુધી આરોપીનો કોઇ પત્તો લાગ્યો નથી.
આ પણ વાંચો: Manipur CRPF Attack: મણિપુરમાં ભારતીય સૈનિકાના કાફલા પર હુમલો, એર જવાન શહીદ