Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: ગોંડલ માર્કેટ યાર્ડમાં 5.5 લાખની ચોરી કરનાર ચોરની પોલીસે કરી ધરપકડ

Gondal: ગોંડલ માર્કેટ યાર્ડમાં સોમવાર સવારે મહારાજા એન્ટરપ્રાઇઝ નામની કમીશન એજન્ટની દુકાનમાંથી સાડા પાંચ લાખની ચોરીની ઘટના બની હતી. નોંધનીય છે કે, તેની કાર્યવાહીમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. આ સાથે Gondal પોલીસે રોકડ રુ.5,08,000 ઉપરાંત...
gondal  ગોંડલ માર્કેટ યાર્ડમાં 5 5 લાખની ચોરી કરનાર ચોરની પોલીસે કરી ધરપકડ

Gondal: ગોંડલ માર્કેટ યાર્ડમાં સોમવાર સવારે મહારાજા એન્ટરપ્રાઇઝ નામની કમીશન એજન્ટની દુકાનમાંથી સાડા પાંચ લાખની ચોરીની ઘટના બની હતી. નોંધનીય છે કે, તેની કાર્યવાહીમાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. આ સાથે Gondal પોલીસે રોકડ રુ.5,08,000 ઉપરાંત મોબાઇલ, લોખંડનું ટાકણું, સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત 05,11,100 રૂપિયાનો મુદામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.ચોરી કરનાર શખ્સ દુકાનદારનાં ગામનો અને જાણભેદુ નિકળ્યો હતો.પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તેને ઝડપી લીધો હતો.

Advertisement

પોલીસે સીસીટીવી ફૂટેજનાં આરોપીની કરી ધરપકડ

પ્રાપ્ત વિગત મુજબ માર્કેટ યાર્ડમાં મહારાજા કમીશન એજન્ટની પેઢી ચલાવતા મહેશભાઈ વિઠ્ઠલભાઈ વેકરીયા ગત સવારે હરરાજીમાં ગયા હોય પાછળથી રેઢી પડેલી દુકાનમાં મુળ કાલાવડનાં નવાગામનાં અને હાલ રાજકોટ દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલી સુખસાગર સોસાયટીમાં હિતેશભાઈ વાડોદરીયાનાં મકાનમાં રહેતા હિતેશ ઉર્ફ શીવો નાનજીભાઈ તાળાએ ટેબલનું તાળુ તોડી તેમાથી તિજોરીની ચાવી મેળવી તિજોરી ખોલી તેમા રાખેલી રુ.સાડા પાંચ લાખની રોકડની ચોરી કરી હતી.

ચોરીની જાણ થતા વેપારીએ ફરિયાન નોંધાવી હતી

ઉલ્લેખનીય છે કે, હરાજીમાંથી પરત ફરેલા મહેશભાઈએ ટેબલનું તાળુ તુટેલુ અને તિજોરી ખુલ્લી જોઈ તેમાં રાખેલી રોકડ પણ ગુમ હોય ચોરી થયાનું જણાતાં સત્વરે બી ડિવિઝન પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. સતત ટ્રાફિકથી ધમધમતા માર્કેટ યાર્ડમાં ધોળે દિવસે લાખોની રોકડની ચોરી થઈ હોય પોલીસને પડકારતી ઘટનાને લઈને બી ડિવિઝન પોલીસનાં પીઆઇ.જે.પી. ગોસાઈ ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ.ઓડેદરા,પીએસઆઇ ગોહીલ, પીએસઆઇ બડવા,બાલકૃષ્ણ ત્રિવેદી, બ્રીજરાજસિહ જાડેજા,અનિલભાઈ ગુજરાતી,રવિદેવ બારડ, મહીપાલસિહ ચુડાસમા સહિત ના સ્ટાફે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં હિતેશ ઉર્ફ શીવાને ગોંડલ આશાપુરા ચોકડી મામાદેવ મંદિર પાસેથી જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પોલીસે આગળની કાર્યવાહી ધરી હતી

પોલીસ સુત્રો અનુસાર હિતેશ ઉર્ફ શીવો પેઢી માલીક મહેશભાઈ વેકરીયાનાં ગામનો રહેવાસી છે અને તેની આ પેઢી પર સતત આવન જાવન રહેતી હતી. આ દરમિયાન તિજોરીમાં પૈસા હોવાની જાણ થતા મોકો મળતા ચોરી કરી હતી. હિતેશ ઉર્ફ શીવો રાજકોટમાં એસી રીપેરીંગ નું કામ કરે છે. પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: HIMATNAGAR : બેટરીની ચોરી કરતી ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા, 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: AHMEDABAD : ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે AHMEDABAD CIVIL હોસ્પિટલમાં 149મું અંગદાન

આ પણ વાંચો: Surat Family Crime: પ્રેમમાં પાગલ ભાણિયાએ મામાની કરી હત્યા

Advertisement
Tags :
Advertisement

.