Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : ભાજપના ધારાસભ્યએ પોતાની ઉમેદવારી પત્રકમાં કરેલા ખોટા સોગંદનામાની ચીફ ઈલેકટ્રોલ ઓફીસરને ફરીયાદ

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા (Gondal MLA Geetaba Jayarajsingh Jadeja) એ વિધાનસભાની ચૂંટણીમાં ખોટું એફીડેવીટ (false affidavit) રજુ કર્યુ હોય તેમની સામે કાર્યવાહી કરવા કોંગ્રેસના યતિષભાઈ દેસાઈ (Congress's Yatishbhai Desai) એ કરેલી રજુઆત બાદ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકરી (Joint Chief...
gondal   ભાજપના ધારાસભ્યએ પોતાની ઉમેદવારી પત્રકમાં કરેલા ખોટા સોગંદનામાની ચીફ ઈલેકટ્રોલ ઓફીસરને ફરીયાદ

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા (Gondal MLA Geetaba Jayarajsingh Jadeja) એ વિધાનસભાની ચૂંટણીમાં ખોટું એફીડેવીટ (false affidavit) રજુ કર્યુ હોય તેમની સામે કાર્યવાહી કરવા કોંગ્રેસના યતિષભાઈ દેસાઈ (Congress's Yatishbhai Desai) એ કરેલી રજુઆત બાદ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકરી (Joint Chief Electoral Officer) એ જિલ્લા કલેકટરને તપાસ કરવા જણાવ્યું છે.

Advertisement

યતિષભાઈ દેસાઈએ રજુઆતમાં જણાવ્યું હતું કે, ગોડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા છે અને તેમણે ધારાસભ્યને મળતા પગાર અને ભથ્થા લીધેલા છે. પરંતું ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કરેલા સોગંદનામા મુજબ જયરાજસિંહ જાડેજા ઈન્કમટેક્ષ રીર્ટન ભરતા નથી. તેમની આવકનો સ્ત્રોત ફક્ત ખેતી બતાવેલો છે જે ખોટું છે. કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલો છે. તેમનો સાચો પાન નં. AQIPJ0416H છે. તેમણે ઈન્કમટેક્ષની પાન નં. ની પ્રોફાઈલ ક્રિએટ કરેલી નથી. જેનો અર્થ એ થાય છે કે, તેણે અત્યાર સુધી કોઈ પણ ઓનલાઈન રીર્ટન ભરેલ નથી. ધારાસભ્યને મળતો પગાર ઈન્કમટેક્ષ ભરવાને પાત્ર છે તો તેમણે અત્યાર સુધીના કોઈ પણ રીર્ટન ભર્યા નથી ? ધારાસભ્ય ગીતાબાએ પણ ડિસેમ્બર 2017 થી ધારાસભ્ય છે અને તેમણે પણ પગાર અને ભથ્થાઓ લીધેલા છે.

Gondal BJP MLA

Gondal BJP MLA

Advertisement

નાણાકીય વર્ષ 2017-18 ની વિગતમાં તેમણે NIL લખેલુ છે. તેમણે પાર્ટ A માં લખેલુ છે કે, તેમણે રીર્ટન ભરેલું છે અને સન 2021-22 સાલની આવક 11,58,444/- છે અને પાર્ટ B માં લખેલું છે કે તેમની આવક નીલ છે. જે પોતાના જ સોગંદનામાની વિરૂદ્ધ છે. તેમની આવકનો સ્ત્રોત ફકત ખેતી દેખાડેલું છે જે ખોટુ છે. કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધેલો છે. તો હકીકતે તેમણે રીર્ટન ભરેલા છે કે નહી એ વાત જણાવવી જોઈએ. તેમના પુત્ર જયોતિરાદિત્યસિંહની નાણાકીય વર્ષ 2021-22 માં 64,29,279/- બતાવેલી છે. પરંતું મિલકત તથા જવાબદારીના ખાનામાં નીલ લખેલું છે જે અશકય છે. તેઓ સરકારી કોન્ટ્રાકટ માટે પ્રખ્યાત રાજદીપ કન્ટ્રકશનમાં ભાગીદાર હતા. તો તે પેઢીમાંથી પરત આવેલ ભાગીદારની મૂડી પણ હોય, રોકડ, બેંક બેલેન્સ વગેરે....જેવી કોઈ વિગત પણ હોય જે તેમણે આપેલી નથી. તેમણે પાર્ટ A માં સન 2021-22 સાલની આવક 64,29,279/– બતાવેલી છે. અને પાર્ટ B માં લખેલુ છે કે, તેમની આવક નીલ છે. જે પોતાના જ સોગંદનામાની વિરૂદ્ધ છે.

તદઉપરાંત પરિવાર સહિત હાથ ઉપર રોકડ માત્ર 2 લાખ રૂપિયા જેટલી હોય તો આટલી નાની રોકડ રકમમાં પુત્રના રાજવી લગ્નનો ખર્ચ કેવી રીતે શક્ય બને ? તેમજ શ્રી આશાપુરા રોડ પરનું રહેણાંક મકાન 8000 ચો.ફુટનું બાંધકામ છે જેનો ખર્ચ નીલ બતાવેલ છે. આ સંજોગોમાં રાજકોટમાં ડેકોરા બિલ્ડર્સ તથા આર.કે. બિલ્ડર્સમાં નાની મિલકત ખરીદનારા લગભગ 2000 થી પણ વધારે લોકોને ઈન્કમટેક્ષ નોટીસ આપી શકાતી હોય તો આજ દિવસ સુધી આટલા ઓન રેકર્ડ આધાર હોવા છતા પણ શું માત્ર સામાન્ય વ્યકિતને જ આ કાયદો લાગુ પડે છે ? ભાજપના આગેવાનોને નહિ? તેવો સવાલ ઉઠાવ્યો હતો. ધારાસભા એટલે કાયદો ઘડનારી સભા. એ જ કાયદો ઘડનારી સભાના સભ્ય કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે? ચૂંટણી પંચ, આવકવેરા ખાતા તથા ઈ.ડી. ના અધિકારીઓને પગલા લેવાની ઈચ્છા તો હશે જ પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપની પ્રદેશ નેતાગીરી તથા રાષ્ટ્રીય નેતાગીરી જયરાજસિંહનો વાળ વાંકો નહી કરે તેવુ યતિષભાઈ દેસાઈએ અંતમાં જણાવ્યું હતું.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - ગોંડલમાં લોકોની તરસ છીપાવતા દેવાભાઈ, કહ્યું- લોકોને પાણી પીવડાવીને ઋણ ચુકવું છું

આ પણ વાંચો - ગોંડલમાંથી રૂરલ SOG બ્રાન્ચે 5 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

Tags :
Advertisement

.