Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GIDC corruption : કોંગ્રેસ અધ્યક્ષનાં રાજ્યની BJP સરકારને ચેલેન્જ! કહ્યું- જો સરકારનાં હાથ...

GIDC નાં અબજો રૂપિયાનાં ભ્રષ્ટાચારના કેસમાં (GIDC corruption) ભાજપ સરકારના મંત્રીઓના જવાબ પર પલટવાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, સરકારનાં હાથ ચોખ્ખા હોય તો GIDC...
gidc corruption   કોંગ્રેસ અધ્યક્ષનાં રાજ્યની bjp સરકારને ચેલેન્જ  કહ્યું  જો સરકારનાં હાથ

GIDC નાં અબજો રૂપિયાનાં ભ્રષ્ટાચારના કેસમાં (GIDC corruption) ભાજપ સરકારના મંત્રીઓના જવાબ પર પલટવાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ફરી એકવાર સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, સરકારનાં હાથ ચોખ્ખા હોય તો GIDC નાં પ્રકરણની હાઈકોર્ટ (Gujarat High Court) કે સુપ્રીમકોર્ટના સિટિંગ જજ પાસે તપાસ કરાવે. જો કમિટી કહે કે બધું યોગ્ય છે તો તેનો ખર્ચ કોંગ્રેસ પક્ષ ભોગવશે અને જો કમિટી કહે કે ગોટાળો થયો છે તો ભાજપ (BJP) સરકાર જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે.

Advertisement

એકપણ પ્રશ્નનો સાચો જવાબ નથી આપ્યો : શક્તિસિંહ

કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આજે બે મંત્રીઓ અને એક અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી, હું આભાર માનીશ એમનો કે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી. મને આનંદ થાત કે આ બે મંત્રી અને મંત્રીઓ વિગત ઓછી પડી તો એક અધિકારીને પણ સમાલે કર્યા. પરંતુ, પ્રેસ કોન્ફન્સમાં કોંગ્રેસનાં (Congress) એકપણ પ્રશ્નનો સાચો જવાબ એમણે નથી આપ્યો. ગઈકાલે મેં કહ્યું હતું કે, ઈલેક્શનની જાહેરાત થઈ ગઈ એટલે જે ઓર્ડર છે તે કેટલીક જગ્યાએ નથી થયો. આપ ધ્યાનથી પ્રેસ કોન્ફરન્સ જોજો. મંત્રી વારંવાર કહે છે, સાયખામાં પ્લોટ હજી આપ્યો નથી, પછી ધીમે રહીને બોલે છે દહેજમાં (Dahej) થોડા પ્લોટ આપ્યાં છે. દહેજ અને સાયખા બન્નેમાં મારો પ્રશ્ન હતો. મારો પ્રશ્ન માત્ર સાયખા માટેનો ન હતો.

'જો એ સાચા હોય તો ચેલેન્જ સ્વિકારે'

તેમણે (Shaktisinh Gohil) કહ્યું કે, મારો બીજો સવાલ છે બન્ને મંત્રીઓમાંથી કોઈએ પણ વાસ્તવિકતાની વાત નથી કરી. સાયખા અને દહેજ પહેલાં તમે જેને પૂરેપૂરો સંતૃપ્ત ઝોન, સેચ્યુરેટેડ ઝોન કહી દીધો હતો, કેમિકલ ઝોન અને મિકેનિકલ ઝોન એમ જુદું પાડવું અને ફાયદો આપવો અને પછી એમ કહે આ બન્ને એક કરી દેવાના છે. શું લોજીક હતું? આજે હું ફરી કહું છુ કે જો ચોખ્ખા હાથ હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના (Supreme Court) સિટિંગ જજ મારફત આ પ્રકરણની તપાસ કરાવો અને જો હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના જજ કહી દે કે આ બધું સબ-સલામત છે, જનહિતમાં છે, કંઈ ખોટું નથી થયું તો એ જે કમિશન બેસે એ કમિશનનો જેટલો ખર્ચ થશે એ પ્રજા પર નહિ કોંગ્રેસ પાર્ટી પોતે ભોગવશે. પરંતુ, જો એ કમિશન એમ કહે કે આ કૌભાંડ (GIDC corruption) છે તો ભાજપ સરકાર જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે. ચેલેન્જ સ્વીકારે જો એ સાચા હોય તો.

Advertisement

અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો - સરકાર: કોંગ્રેસના સમયમાં GIDCના પ્લોટ એમના મળતીયાઓ ને જ આપવામાં આવતા

Advertisement

આ પણ વાંચો - Shaktisinh Gohil : GIDC માં અબજો રૂપિયાનાં જમીન કૌભાંડ મામલે BJP સરકાર પર આકરા પ્રહાર

આ પણ વાંચો - Gujarat Congress : જમીન પર બેસીને કોંગ્રેસ અગ્રણીઓએ કરી ‘ગાંધી બેઠક’, વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા

Tags :
Advertisement

.