Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fahim ajani: 70-80 ના દશકનો બાળ કલાકાર બન્યો જ્યારે "નારદ મુનિ"

Fahim ajani: બોલિવૂડમાં એવા ઘણા બાળ કલાકારો છે, જેમણે બાળ કલાકાર તરીકે ખૂબ જ નામના મેળવી છે. તો ભારતીય સીનેમા જગતમાં 70-80 ના દાયકામાં પણ ઘણા બાળ કલાકારોનો દબદબો હતો. તો મોટા થયા પછી પણ ઘણા બાળ કલાકારોએ અભિનેતા તરીકે...
fahim ajani  70 80 ના દશકનો બાળ કલાકાર બન્યો જ્યારે  નારદ મુનિ

Fahim ajani: બોલિવૂડમાં એવા ઘણા બાળ કલાકારો છે, જેમણે બાળ કલાકાર તરીકે ખૂબ જ નામના મેળવી છે. તો ભારતીય સીનેમા જગતમાં 70-80 ના દાયકામાં પણ ઘણા બાળ કલાકારોનો દબદબો હતો. તો મોટા થયા પછી પણ ઘણા બાળ કલાકારોએ અભિનેતા તરીકે તેમની સફર ચાલુ રાખી, જ્યારે કેટલાક અભિનેતા તરીકે નિષ્ફળ ગયા હતાં.

Advertisement

  • લગભગ 5 દાયકા સુધી 200 થી વધુ ફિલ્મો કરી

  • કબૂલાત કરી હતી કે માસ્ટર રાજુ તેમના માટે એક ઓળખ

  • Raju Shrestha એ લગભગ 3000 એપિસોડમાં એક જ પાત્ર ભજવ્યું

આજે આપણે એક એવા બાળ કલાકાર વિશે જણીશું જેણે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, અનિલ કપૂર જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું અને દર્શકોના હ્રદયમાં દશકો સુધી વસી ગયા. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ Raju Shrestha ની, જેને માસ્ટર રાજુ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજુ 5 વર્ષનો હતો ત્યારે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. માસ્ટર રાજુ લગભગ 5 દાયકા સુધી 200 થી વધુ ફિલ્મો કરી હતી. જોકે વાસ્તવમાં ફહીમનું નામ સંજીવ કુમારે રાજુ રાખ્યું હતું.

કબૂલાત કરી હતી કે માસ્ટર રાજુ તેમના માટે એક ઓળખ

Raju Shrestha એ ગુલઝાર સાહબની ફિલ્મ 'પરિચય'થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેના પાત્રનું નામ રાજુ હતું. ફહીમ ધીરે ધીરે આ નામથી ફેમસ થયા અને મોટા થયા પછી પણ તેમણે આ નામને પોતાની ઓળખ બનાવી લીધી. એક ઈન્ટરવ્યુમાં તેમએ કબૂલાત કરી હતી કે માસ્ટર રાજુ તેમના માટે એક ઓળખ બની ગઈ છે. Raju Shrestha એ તેમની 5 દાયકાની કારકિર્દીમાં ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર અને અનિલ કપૂર સહિત ઈન્ડસ્ટ્રીના લગભગ દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Raju (@itsmasterraju)

Raju Shrestha એ લગભગ 3000 એપિસોડમાં એક જ પાત્ર ભજવ્યું

એક ઈન્ટરવ્યુમાં રાજુએ ખુલાસો કર્યો હતો કે 1977 માં તે એક ફિલ્મ માટે 1 લાખ રૂપિયાથી વધુ ચાર્જ કરતા હતાં. જ્યારે ફહીમ મોટા થયા ત્યારે તેમણે પોતાને એક હીરો તરીકે લોકોમાં નામના મેળવવાની શરુઆત કરી હતી. પરંતુ તેમને પરિણામ તેના કરતા વિપરિત મળ્યું. ત્યારે તેમણે TV ના માધ્યમથી લોકોના દિલમાં સ્થાન મેળવવાનું શરુ કર્યું. ત્યારે તેમણે ભજવેલા એક પાત્રના કારણે એટલી લોકપ્રિયતા મેળવી કે દર્શકો આજે પણ તેમને આ નામથી ઓળખે છે. TV માં આવ્યા બાદ Raju Shrestha એ લગભગ 3000 એપિસોડમાં 'નારદ મુનિ'નું પાત્ર ભજવ્યું હતું. 'જય હનુમાન', 'નવગ્રહ પુરાણ', 'દર્શન દો ભગવાન', 'જય મા દુર્ગા' અને 'શનિ મહિમા' જેવી વિવિધ પૌરાણિક સિરિયલોમાં કામ કર્યું. તેમણે લગભગ 10 વર્ષ સુધી 'નારદ મુનિ'નું પાત્ર ભજવ્યું, જેણે તેમને એક અલગ ઓળખ આપી.

Advertisement

આ પણ વાંચો: Rimi Sen સાથે તેના જ મિત્રએ કરી હતી 4 કરોડ કરતા પણ વધુની છેતરપિંડી, હવે મામલો પહોંચ્યો CID સુધી

Tags :
Advertisement

.