Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Eco-friendly Diwali ની આ રીતે ઉજવણી કરીને દેશને પદૂષણથી બચાવો....

Eco-friendly Diwali Celebrate : Diwali ની સજાવટમાં Eco-friendly વિકલ્પો જોવા મળે છે
eco friendly diwali ની આ રીતે ઉજવણી કરીને દેશને પદૂષણથી બચાવો
  • Eco-friendly Diwali ઉજવવાની પરંપરા વધી રહી છે
  • Diwali ની સજાવટમાં Eco-friendly વિકલ્પો જોવા મળે છે
  • પાણી અને વીજળીના વપરાશ પર ધ્યાન રાખવું જોઈએ

Eco-friendly Diwali Celebrate : ભારતનો સૌથી મહત્વપૂર્ણ અને આનંદનો તહેવાર Diwali છે. Diwali એ સૌથી ધામધૂમથી ભારતમાં ઉજવવામાં આવતો તહેવાર છે. પરંતુ આ ધામધૂમ અને આનંદ-ઉલ્લાસના ચક્કરમાં ભારતીયો છેલ્લા અનેક દશકોથી Diwali ના કારણે પર્યાવરણ અને કુદરતી જનજીવનને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ભારયીઓ Diwali ના 5 દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ફટાકડાઓ ફોડીને પ્રદૂષણમાં ખુબ જ વધારો કરી રહ્યા છે.

Advertisement

પ્રદુષણ ફેલાવતી વસ્તુઓ અને કાર્યોને ટાળવા

હવે, ભારતમાં Eco-friendly Diwali ઉજવવાની પરંપરા વધી રહી છે. કારણ કે... અત્યાર સુધી Diwali ના નામે ભારતીયોએ પર્યાવરણને ખુબ જ નુકસાન પહોંચાડ્યું છે. અને આ નુકસાનની ભરપાઈ કરવી અશક્ય છે. તો Diwali ના સમયગાળામાં શ્વાસ સંબંધિત સૌથી વધુ બીમારીઓ ભારતમાં જોવા મળે છે. ત્યારે ફટકાડાને ના કહીને લોકો હવે, માત્ર Diwali ના દિવસે દીપક અને મીઠાઈના માધ્યમથી Diwali ને ઉજવવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવો જોઈએ.

પ્લાસ્ટિકનો ઉપયોગ સજાવટમાં ન કરવો

ઈલેક્ટ્રીક લાઈટોને બદલે દીવા અને મીણબત્તીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે માટીના દીવા માત્ર પરંપરાગત અને સુંદર જ નથી, પરંતુ તે પર્યાવરણ માટે પણ ખુબ જ અનુકૂળ છે. આ દીવાઓ બનાવનારા કારીગરોની પાસેથી દિવા ખરીદીને તેમના ઘરમાં પણ આનંદની Diwali ઉજવવામાં મદદ કરી શકાય છે. જો તમે મીણબત્તીઓનો ઉપયોગ કરો છો, તો ખાતરી કરો કે તે બાયોડિગ્રેડેબલ છે અને કુદરતી સામગ્રીમાંથી બનેલી છે.

Advertisement

આ પણ વાંચો: Diwali નો તહેવાર આ રસપ્રદ ઘટનાઓને કારણે ઉજવવામાં આવે છે, જાણો

ઉપહારમાં Eco-friendly વસ્તુઓ આપવી

Diwali ની સજાવટમાં પ્લાસ્ટિક અને અન્ય બિન-બાયોડિગ્રેડેબલ સામગ્રીને બદલે Eco-friendly વિકલ્પો પસંદ કરવો જોઈએ. તમે ફૂલો, પાંદડા અને રંગોળીથી સજાવટ કરી શકો છો. કુદરતી રંગોનો ઉપયોગ કરીને બનાવેલી રંગોળી માત્ર જોવામાં જ સુંદર નથી, પરંતુ તે Eco-friendly પણ છે. વધુમાં, તમે જૂના કપડાં, કાગળો અને અન્ય વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરીને તમારી પોતાની સજાવટની વસ્તુઓ બનાવી શકો છો.

Advertisement

પાણી અને ઊર્જાની બચત

આ Diwali એ પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક વસ્તુઓને બદલે ઈકો ફ્રેન્ડલી ભેટ આપવી જોઈએ. તમે તમારા પ્રિયજનોને છોડ, વાંસની બનાવટો, ઓર્ગેનિક ખાદ્ય ચીજવસ્તુઓ અથવા હસ્તકલા ઉત્પાદનો ભેટમાં આપી શકો છો. આ ભેટ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ તે તમારા પ્રિયજનો માટે પણ ખુબ જ ફાયદાકારક છે. Diwali ના સમયે પાણી અને વીજળીના વપરાશ પર ધ્યાન રાખવું જોઈએ. વીજળીનો વધુ પડતો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો અને દિવસ દરમિયાન કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: Dev Deepawali ને દેવતાઓ કેમ ઉજવે છે અને પૃથ્વી ઉપર વિવિધ સ્વરૂપ...

Tags :
Advertisement

.