Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંમતનગરમાં રખડતા પશુઓના ત્રાસનો શિકાર બનતા વાહન ચાલકો

હિંમતનગર (Himmatnagar) સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) માં રખડતા પશુઓના ત્રાસનો શિકાર અવાર નવાર નિર્દોષ લોકો (innocent people) અને વાહન ચાલકો બની રહ્યા છે. ત્યારે બુધવારે હિંમતનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ (Post Office) પાસે આવેલી એક કારને આખલાએ ગમે તે...
હિંમતનગરમાં રખડતા પશુઓના ત્રાસનો શિકાર બનતા વાહન ચાલકો

હિંમતનગર (Himmatnagar) સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) માં રખડતા પશુઓના ત્રાસનો શિકાર અવાર નવાર નિર્દોષ લોકો (innocent people) અને વાહન ચાલકો બની રહ્યા છે. ત્યારે બુધવારે હિંમતનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ (Post Office) પાસે આવેલી એક કારને આખલાએ ગમે તે કારણસર શિંગડા મારીને કારના દરવાજાને નુકસાન પહોંચાડ્યું હતું.

Advertisement

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરમાં રાત્રે અને દિવસે જયાં જુઓ ત્યાં રખડા પશુઓનો અડીંગો જાહેર સ્થળો પર જોવા મળે છે. ક્યારેક તો પશુઓના અતિક્રમણને લીધે અનેક રાહદારીઓ અને વાહન ચાલકોને નુકસાન થયુ હોવાની ઘટનાઓ ભુતકાળમાં બની છે. તેમ છતાં સંલગ્ન વિભાગના સત્તાવાળાઓ દ્વારા રખડતી ગાયોના ત્રાસથી લોકોને છુટકારો મળે તે દિશામાં કાર્યવાહી કરવામાં ઉણા ઉતર્યા હોવાની છાપ હિંમતનગરવાસીઓમાં પ્રવર્તી રહી છે.

Advertisement

દરમિયાન બુધવારે હિંમતનગર પોસ્ટ ઓફિસ પાસે પાર્ક કરાયેલ કારના માલિક રાજુ દેસાઈના જણાવ્યા મુજબ આ વિસ્તારમાંથી ચઢી આવેલા એક રખડતા આખલાએ આવીને દરવાજાને માથુ મારી નુકસાન પહોંચાડયું હતું. જેના લીધે વાહન માલિકને વિના વાંકે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી આ વાહન માલિક તથા અન્ય શહેરીજનોનું કહેવુ છે કે નગરપાલિકાના સંલગ્ન વિભાગ દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

આ પણ વાંચો - Gujarat Weather Update : રાજ્યમાં હવામાન વિભાગે કરી ભરઉનાળે વરસાદની આગાહી

આ પણ વાંચો - DEVGADH BARIYA : જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી માટે વનવિભાગ દ્વારા સુવિધા કરાઇ

Tags :
Advertisement

.