હનીટ્રેપમાં ફસાયો DRDO નો વૈજ્ઞાનિક, પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપતા મહારાષ્ટ્ર ATS એ કરી ધરપકડ
મહારાષ્ટ્ર ATSએ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે. મળતા અહેવાલો મુજબ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટીંગના વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ વૈજ્ઞાનિક ડીઆરડીઓ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો.
વૈજ્ઞાનિક પુણેમાં ડીઆરડીઓની શાખામાં કામ કરતો હતો
પાકિસ્તાની એજન્ટને માહિતી આપવાના આરોપમાં DRDOના વૈજ્ઞાનિકની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી ટુકડી-ATSએ કહ્યું કે, DRDO વૈજ્ઞાનિકની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ છે. આ વૈજ્ઞાનિક પુણેમાં ડીઆરડીઓની શાખામાં કામ કરતો હતો. તપાસમાં વોટ્સએપ મેસેજ, વોઈસ કોલ, વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના ઓપરેટિવ્સ સાથેના સંપર્કો હોવાનો ખુલાસો થયો છે.
Maharashtra | A DRDO scientist, who was working in one of the facilities of DRDO in Pune, has been arrested by ATS on the charges of espionage. He was found to have had contact with the operatives of Pakistan's Intelligence Agency through social media via WhatsApp messages, voice…
— ANI (@ANI) May 4, 2023
દેશની સુરક્ષા સાથે ચેડા
ATSએ કહ્યું કે, જવાબદાર પદ પર હોવા છતાં DRDO અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. તેમણે સંવેદનશીલ સરકારી માહિતી લીક કરીને પોતાની જવાબદારીઓ અને દેશની સુરક્ષા સાથે ચેડા કરી છે. જો આવી માહિતી દુશ્મન દેશના હાથમાં આવી જાય તો તે ભારતની સુરક્ષા માટે ખતરો બની શકે છે. મહારાષ્ટ્ર પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ કાલાચોકી મુંબઈએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ-1923ની કલમ 1923 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસનીશ અધિકારી વધુ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો- મણિપુરમાં હિંસાને ડામવા સરકારનો દેખો ત્યાં ઠારનો હુકમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ