Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીના જન્મ દિવસે બ્લડ ડોનેશનનું નાટક, મેયરે હસ્તા હસ્તા કહ્યું હું ફોટો પડાવવા આવ્યો છું

નવી દિલ્હી: રક્તદાન પહેલા થયેલી ફોટોબાજી બાદ મેયર સાહેબ હસતા હસતા ઉભા થઇ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને યુઝર્સ મેયર સાહેબની આ એક્ટિંગ પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરવા લાગ્યા. આ અંગે સ્પષ્ટતા કરતા મેયર વિનોદ...
pm મોદીના જન્મ દિવસે બ્લડ ડોનેશનનું નાટક  મેયરે હસ્તા હસ્તા કહ્યું હું ફોટો પડાવવા આવ્યો છું
Advertisement

નવી દિલ્હી: રક્તદાન પહેલા થયેલી ફોટોબાજી બાદ મેયર સાહેબ હસતા હસતા ઉભા થઇ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને યુઝર્સ મેયર સાહેબની આ એક્ટિંગ પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરવા લાગ્યા. આ અંગે સ્પષ્ટતા કરતા મેયર વિનોદ અગ્રવાલે કહ્યું કે, ડાયાબીટીઝ અને હાર્ટ પેશન્ટ હોવાના કારણે ડોક્ટરે તેમને રક્તદાન નહીં કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો : Tirupati Balaji લડ્ડુ પ્રસાદના વિવાદમાં મંદિર ટ્રસ્ટની મહત્વની જાહેરાત

Advertisement

મેયર ફોટા પડાવીને હસતા હસતા ઉભા થઇ ગયા

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના મેયર વિનોદ અગ્રવાલ બ્લડ ડોનેટ કરવા માટે ભાજપ ઓફીસ પહોંચ્યા હતા અને બેડ પર સુઇ ગયા હતા. ત્યાર બાદ ડોક્ટરે ઇન્જેક્શન કાઢ્યું અને કાર્યકર્તાઓએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. રક્તદાન પહેલા થયેલી આ ફોટોબાજી બાદ મેયર હસતા હસતા ઉભા થઇ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. યુઝર્સ મેયર સાહેબની આ એક્ટિન પર અનેક પ્રકારની કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Dharavi માં મસ્જિદના હિસ્સાના ડિમોલીશન પહેલા ટોળાનો ઉગ્ર વિરોધ

ડાયાબિટીક હોવાના કારણે તેઓ રક્તદાન નહી કરી શકે

આ અંગે સ્પષ્ટતા આપતા મેયર વિનોદ અગ્રવાલે કહ્યું કે, ડાયાબિટીઝ અને હાર્ટ પેશન હોવાના કારણે ડોક્ટરે તેમને રક્તદાનનો ઇન્કાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરે પહેલા મેયર વિનોદ અગ્રવાલનું બીપી ચેક કર્યું પછી બ્લડ ડોનેશનની પ્રક્રિયા શરૂ કરાવી હતી. જો કે બ્લડ ડોનેટ કરતા પહેલા મેયર હાથમાં બોલ પકડીને જોર જોરથી હસવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, ડોક્ટર સાહેબ રહેવા દો, અમે તો આમ જ આવ્યા છીએ. તેવું કહીને તેઓ બેડમાંથી ઉભા થઇ ગયા હતા.

આ પણ વાંચો : Input : દેશના આ રાજ્યમાં ધુસ્યા 900 આતંકીઓ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર

વીડિયો વાયરલ થયા બાદ વિનોદ અગ્રવાલે કરી સ્પષ્ટતા

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ મેયર સાહેબની આ એક્ટિંગ પર અનેક પ્રકારના કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભાજપ તરફથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું.

આ પણ વાંચો :  Tirupati Balaji Temple: ‘ક્યારેય બાલાજી મંદિરમાં Ghee સપ્લાય નથી કર્યું’ અમુલે કરી સ્પષ્ટતા

PM મોદીના બર્થ ડેના દિવસે ભાજપ ઓફીસમાં લાગી હતી રક્તદાન શિબિર

જિલ્લા હોસ્પિટલ મુરાદાબાદના પ્રમુખ અધીક્ષક ડોક્ટર સંગીતા ગુપ્તાએ જણાવ્યું કે, બ્લડ ડોનેશનના પ્રોટોકોલ હોય છે. જેમાં 18 થી 55 વર્ષની આયુવર્ગના લોકોને પણ સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ત્યાર બાદ અમે તમામ બ્લડ ટેસ્ટ કરે છે. ઇન્ફેક્ટેડ બ્લડ કોઇ બીજામાં ન જાય, કોઇ ડાયાબિટીક પેશન્ટનું શુગર જો નોર્મલ છે તો તેને બ્લડ ચડાવી શકાય છે. જો કોઇ ઇન્સ્યુલીન પર છે તો તેનું રક્ત તેને નથી ચડાવાતું.

આ પણ વાંચો : Air Force : એર માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાના આગામી વડા

Tags :
Advertisement

Trending News

.

×