Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, 1611 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું

અહેવાલઃ રાકેશ કોટવાલ, કચ્છ  પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજે રવિવારે ગાંધીધામ ખાતે મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ૧૬૧૧ જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. શહેરના ડોક્ટર આંબેડકર હોલમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું....
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન  1611 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું
Advertisement

અહેવાલઃ રાકેશ કોટવાલ, કચ્છ 

Advertisement

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજે રવિવારે ગાંધીધામ ખાતે મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ૧૬૧૧ જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. શહેરના ડોક્ટર આંબેડકર હોલમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસની સાથે મારવાડી યુવા મંચ અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયાના હોદ્દેદારો આ સમગ્ર આયોજનમાં જોડાયા હતા સવારે 8:30 થી સાંજે 5:00 વાગ્યા સુધીમાં 1611 જેટલી બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું . ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા , તેજાભાઈ કાનગઢ, કંડલા ઝોનના ડેવલોપમેન્ટ કમિશનર દિનેશસિંગ, સંજય અવિનાશ સહિતના વિવિધ આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામના રાજાભાઈ પટેલ બ્લડ બેન્ક જીકે જનરલ હોસ્પિટલ ભુજના સ્ટાફ લાઈફ બ્લડ બેન્ક રાજકોટ અને ગાંધીધામ નર્સિંગ કોલેજના સ્ટાફ દ્વારા સમગ્ર આયોજનમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી કરતી પોલીસ હવે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે અને ખાસ કરીને એસપી તરીકે સાગર બાગમારની નિમણૂક પછી ગુડ મોર્નિંગ પરેડ સાઇબર ક્રાઇમના જાગૃતિ બેનર ગણેશ પંડાલોમા લગાવવા અને ખાસ કરીને શહેરમા સતત ચેકિંગ પોલીસની હાજરીથી લોકો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ સલામતી અનુભવી રહયા છે

Tags :
Advertisement

Trending News

.

×