Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Digital Indian Bill: ભારતીય ટેક્નોલોજી AI અને Deepfake પર કાબૂ મેળવશે, સંસદમાં પસાર થશે ઠરાવ

Digital Indian Bill: ભારત સરકાર આગામી દિવસોમાં સંસદ સત્રની અંદર AI દ્વારા બનાવવામાં આવેલા Deepfake Video અને અન્ય ઑનલાઈન કંનેન્ટને લઈ એક સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર ડિજિટલ ઈન્ડિયા બિલ (Digital Indian Bill) નામનથી આ ઠરાવ પસાર...
digital indian bill  ભારતીય ટેક્નોલોજી ai અને deepfake પર કાબૂ મેળવશે  સંસદમાં પસાર થશે ઠરાવ

Digital Indian Bill: ભારત સરકાર આગામી દિવસોમાં સંસદ સત્રની અંદર AI દ્વારા બનાવવામાં આવેલા Deepfake Video અને અન્ય ઑનલાઈન કંનેન્ટને લઈ એક સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર ડિજિટલ ઈન્ડિયા બિલ (Digital Indian Bill) નામનથી આ ઠરાવ પસાર કરવામાં આવશે. આ ઠરાવની અંદર AI વધુ આધુનિક અને સુદ્રઢને લઈ પણ સૂચનો પાઠવવામાં આવશે. જોકે સંસદમાં ઠરાવ પસાર કરતા પહેલા તમામ દળ આ ઠરાવ પર મંજૂરી વ્યક્ત કરશે.

Advertisement

  • Video ને લઈ સંસદ સત્રમાં ઠરાવ પસાર કરવામાં આવશે

  • AI ને લઈ ભારતમાં ચોક્કસપણે યોગ્ય કાનૂન બનવા જોઈએ

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો Deepfake Video

યૂટ્યૂબ સહિત અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો પર Video ને લઈ સંસદ સત્રમાં ઠરાવ પસાર કરવામાં આવશે. તો આગામી સંસદ સત્ર 18 મી લોકસભાનું પહેલું સત્ર હશે. આ સત્ર 24 જૂનના રોજ શરુ થશે, અને 3 જુલાઈના રોજ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ચોમાસું સત્ર 22 જૂલાઈથી શરુ થશે, અને 9 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

AI ને લઈ ભારતમાં ચોક્કસપણે યોગ્ય કાનૂન બનવા જોઈએ

ગત વર્ષની શરુઆતમાં તત્કાલિન કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોધોગિક રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ આ ઠરાવને લઈ જણાવ્યું હતું, કે 2024 માં નવી સરકારના કાર્યાભાલ હેઠળ આ ઠરાવને લઈ નિયમો તૈયાર કરવામાં આવશે. ચંદ્રશેખરે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ડિજીફ્રોડ એન્ડ સેફ્ટી સમિટ 2023 માં જણાવ્યું હતું કે, AI ને લઈ ભારતમાં ચોક્કસપણે યોગ્ય કાનૂન બનવા જોઈએ. પરંતુ કયા નિયમો, રોડમેપ અને ઉદ્દેશો માટ પરસ્પર ચર્ચા કરવામાં આવશે.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો Deepfake Video

Deepfake એક એવી ટેક્નોલોજી છે, જે નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં અને ગેરનીતિ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. તો Deepfakeને કારણે ખોટી માહિતી ફેલાવવી, વ્યક્તિઓના નકલી Video બનાવવા અને વ્યક્તિગત ગોપનીયતાનું ઉલ્લંઘન સામેલ છે. તો આ વર્ષે એપ્રિલમાં મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ અને અન્ય 16 લોકો વિરુદ્ધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો Deepfake Video શેર કરવા બદલ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: WhatsApp ની મોટી કાર્યવાહી, 70 લાખ ભારતીય એકાઉન્ટ થયા બંધ,શું તમે પણ કરો છે આ ભૂલ ?

Advertisement

Tags :
Advertisement

.