Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CSKVsLSG: IPL માં ઇતિહાસ રચશે ધોની, અહીં સુધી પહોંચનારો પહેલો ખેલાડી બનશે

MS Dhoni IPL 2024 : આઇપીએલ 2024 ની 39 મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમો વચ્ચે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમોએ આ સીઝનમાં અત્યાર સુધી 7-7 મેચ રમી છે અને 4-4 મેચમાં જીત પ્રાપ્ત કરી...
cskvslsg  ipl માં ઇતિહાસ રચશે ધોની  અહીં સુધી પહોંચનારો પહેલો ખેલાડી બનશે

MS Dhoni IPL 2024 : આઇપીએલ 2024 ની 39 મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમો વચ્ચે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમોએ આ સીઝનમાં અત્યાર સુધી 7-7 મેચ રમી છે અને 4-4 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. એવામાં આ મેચ બંન્ને ટીમો માટે પ્વોઇન્ટ્સ ટેબલને જોતા ખુબ જ મહત્વનો રહેવાનો છે. બીજી તરફ આ મેચમાં તમામ લોકોની નજર એમએસ ધોની પર રહેશે. તેઓ આ મેચ દરમિયાન આઇપીએલનો એક ખાસ રેકોર્ડ પોતાને નામે કરી શકે છે.

Advertisement

ઇતિહાસ રચવાથી એક ડગલું દુર

એમએસ ધોની આઇપીએળમાં અત્યાર સુધી 257 મેચ રમાઇ ચુકી છે. તેઓ આ લીગમાં સૌથી વધારે મેચ રમનારા ખેલાડી પણ છે. એમએસ દોની આ દરમિયાન 149 જીતેલી મેચનો હિસ્સો રહ્યા છે. જો લખનઉ સુપર જાયન્ટ્સની વિરુદ્ધ રમાઇ રહેલી મેચમાં સીએસકેની ટીમ જીતી જાય છે તો એમએસ ધોનીની 150 મી જીત હશે. આ સાથે જ તેઓ આઇપીએલના ઇતિહાસમાં 150 મેચ જીતનારા પહેલા ખેલાડી બની જશે. આઇપીએલમાં સૌથી વધારે મેચ જીતવાના મામલે અત્યાર સુધી એક પણ ખેલાડી એમએસ દોનીની પાસે નથી પહોંચી શક્યો.

આઇપીએલમાં સૌથી વધારે મેચ જીતનારો ખેલાડી

એમએસ ધોની - 149 જીત
રોહિત શર્મા - 133 જીત
રવીંદ્ર જાડેજા - 132 જીત
દિનેશ કાર્તિક - 123 જીત
સુરેશ રૈના - 122 જીત

Advertisement

આઇપીએલમાં એમએસ ધોનીના આંકડા

એમએસ ધોની આઇપીએલમાં અત્યાર સુધી કુલ 257 મેચ રમી ચુક્યા છે. આ દરમિયાન તેણે 39.46 ની સરેરાશ સાથે 5169 રન બનાવ્યા છે. જેમાં 24 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. એમએસ ધની આઇપીએલના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે. તેની કેપ્ટન્સીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ 5 વખત આઇપીએલનો ખિતાબ જીતી ચુકી છે. વર્ષ 2008 થી જ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે પણ રમી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.