Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress List : લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી જાહેર, ગુજરાતમાં આ નેતાઓને મળી ટિકિટ

Congress List : લોકસભાની ચૂંટણીને  લઈને  એક  મોટા  સમાચાર  સામે  આવ્યા  છે  ગુજરાતમાં કોંગ્રેસે (Congress )  11 ઉમેદવારોની યાદી (Congress List ) જાહેર કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. જ્યારે પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે....
congress list   લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી જાહેર  ગુજરાતમાં આ નેતાઓને મળી ટિકિટ

Congress List : લોકસભાની ચૂંટણીને  લઈને  એક  મોટા  સમાચાર  સામે  આવ્યા  છે  ગુજરાતમાં કોંગ્રેસે (Congress )  11 ઉમેદવારોની યાદી (Congress List ) જાહેર કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. જ્યારે પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તેમજ સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે.

Advertisement

Advertisement

કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોની યાદી કરી જાહેર

અમરેલી લોકસભાઃ કોણ છે જેની ઠુમ્મર?

અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છેપૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના પુત્રી છે જેનીબેન શિક્ષિત મહિલા નેતા તરીકેની ધરાવે છે છાપ જેનીબેન લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે

Advertisement

સાબરકાંઠા લોકસભાઃ કોણ છે ડૉ. તુષાર ચૌધરી?

પૂર્વ CM અમરસિંહ ચૌધરીના પુત્ર છે ડૉ.તુષાર ચૌધરીMS યુનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કર્યો છે 2002માં વ્યારા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય ચૂંટાયા2004માં માંડવી લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા2009માં બારડોલી લોકસભા બેઠકથી સાંસદ ચૂંટાયા 2009 થી 2012 સુધી કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યાં હતા 2014 અને 2019માં બારડોલીથી લોકસભા ચૂંટણી હાર્યા 2017માં મહુવા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હાર્યા 2022માં ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ચૂંટણી જીત્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહી ચૂક્યા છે આદિવાસી મતદારો પર ડૉ.તુષાર ચૌધરી પ્રભુત્વ ધરાવે છે

સુરત લોકસભાઃ કોણ છે નિલેશ કુંભાણી?

સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મૂળ અમરેલીના રાજુલાના નિલેશ કુંભાણી વતની છે છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે નિલેશ કુંભાણી નિલેશ કુંભાણી સુરતમાં એક જાણીતો ચહેરો છે સૌરાષ્ટ્રીયન પાટીદારોમાં નિલેશ કુંભાણીનું આગવું નામ છે નિલેશ કુંભાણી સુરત મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે 2022માં કામરેજ બેઠક પર વિધાનસભા ચૂંટણી હાર્યા

આણંદ લોકસભાઃ કોણ છે અમિત ચાવડા?

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે અમિત ચાવડા પ્રારંભિક જીવનકાળથી રાજકીય-સામાજિક પ્રવૃત્તિથી જોડાયેલા NSUI અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા અમિત ચાવડા કેમિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અમિત ચાવડા 2004માં પ્રથમ વખત બોરસદથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. 2007માં બીજીવાર બોરસદ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. 2012,2017 અને 2022માં આંકલાવથી ધારાસભ્ય ચૂંટાયા 2012માં વિધાનસભામાં ઉપદંડક વિપક્ષનો કારભાર મળ્યો હતો . 2022થી વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે કાર્યરત છે

પંચમહાલ લોકસભાઃ કોણ છે ગુલાબસિંહ ચૌહાણ?

મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે ગુલાબસિંહ લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે ગુલાબસિંહ પૂર્વ મંત્રી સોમસિંહ ચૌહાણના પુત્ર છે મૂળ લુણાવાડાના વિરણીયાના રહેવાસી છે ગુલાબસિંહ ચૌહાણે બી.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે ગુલાબસિંહ 2006થી 2010 સુધી સરપંચ રહી ચૂક્યા છે બે ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય ચૂંટાયા હતા જિ.પં.ની બાંધકામ સમિતિના ચેરમેન પણ રહ્યાં હતા અનેક સહકારી મંડળીઓમાં ચેરમેન તરીકે સેવા આપી. જિલ્લા શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ રહ્યાં હતા બક્ષીપંચ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે

ખેડા લોકસભાઃ કોણ છે કાળુસિંહ ડાભી?

કાળુસિંહ 1985થી કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા છે ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સંકળાયેલા છે કઠલાલ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે છીપીયલ ગ્રામ પંચાયતના 3 વખત સરપંચ રહ્યાં હતા.  કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે 2002-2017 સુધી તાલુકા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા

દાહોદ લોકસભાઃ કોણ છે ડૉ.પ્રભા તાવિયાડ

દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સેવાભાવી ગાયનેક ડોક્ટર તરીકેની ધરાવે છે 1 સપ્ટેમ્બર 1954માં સાબરકાંઠામાં જન્મ થયો બી.જે.મેડિકલ કોલેજમાંથી MD,DGO થયેલા છે. 1986માં વુમન વેલ્ફેર કમિટીના સભ્ય બન્યા હતા 2009માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા 2014માં કાયદો-ન્યાય સમિતિના સભ્ય બન્યા હતા રાહુલ ગાંધીના સેક્રેટરી તરીકે પણ કામ કર્યુ છે આદિવાસી વિસ્તારમાં સેવાભાવી તરીકે કામ કરી રહ્યા છે.

છોટાઉદેપુર લોકસભાઃ કોણ છે સુખરામ રાઠવા?

સુખરામ રાઠવા કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા છે ક્વાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે 1985થી ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડતા આવ્યા છે અત્યાર સુધીમાં 9 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા 5 વખત ધારાસભ્ય ચૂંટાયા, 4 વખત હારી મળી હતી 2012,2017 અને 2022માં પાવીજેતપુરથી ચૂંટણી લડ્યા હતા. વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતા રહી ચૂક્યા છે

જામનગર લોકસભાઃ કોણ છે જે.પી.મારવીયા?

જયંતિલાલ મારવીયા વકીલાત સાથે સંકળાયેલા છે જે.પી. મારવીયા 22 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રમાં સંકળાયેલા છે. જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જિ.પં.ના કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે કાલાવડ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે જે.પી.મારવીયા કાલાવાડ APMCમાં ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યાં હતા નિકાવા સેવા સહકારી મંડળીના સભ્ય છે જયંતિલાલ કાલાવડ તાલુકા પટેલ સમાજના આગેવાન છે

પાટણ લોકસભાઃ કોણ છે ચંદનજી ઠાકોર?

સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રથી સંકળાયેલા છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે સક્રિય છે . 2017માં સિદ્ધપુર બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા 2009માં પાટણ લોકસભા બેઠક પર કન્વીનર બન્યા હતા કોન્ટ્રાક્ટર અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચંદનજી સમૂહ લગ્ન સમિતિ, શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી છે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજના પ્રમુખ તરીકે સેવા આપી અનેક મંદિર, આશ્રમના બાંધકામ સાથે સંતસેવા કરી હતી પાટણ ઠાકોર સમાજના પ્રમુખ તરીકે સેવામાં કાર્યરત છે.

આ  પણ  વાંચો - Congress : વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

આ  પણ  વાંચો - Lok Sabha Election 2024: કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર કર્યા વાક્ પ્રહાર

Tags :
Advertisement

.