માર્ચમાં મે મહિના જેવી સ્થિતિ, આકાશમાંથી વરસી રહ્યા છે અંગારા
ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ચુકી છે. દિવસે બપોરના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જાય છે. સૂર્યપ્રકાશના કારણે તાપમાનમાં વધારો થવાનું યથાવત છે. તમામ સ્થળોએ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે પણ આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે.ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. સૂરજનો તડકો એટલો જોરદાર હોય છે કે ઘરની બહાર નીકળતા જ શરીરનું તમામ પાણી પરસેવાના રૂપમાં બહાર આવી જà
ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ચુકી છે. દિવસે બપોરના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જાય છે. સૂર્યપ્રકાશના કારણે તાપમાનમાં વધારો થવાનું યથાવત છે. તમામ સ્થળોએ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે પણ આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. સૂરજનો તડકો એટલો જોરદાર હોય છે કે ઘરની બહાર નીકળતા જ શરીરનું તમામ પાણી પરસેવાના રૂપમાં બહાર આવી જાય છે. તડકામાં શરીરને ઠંડુ રાખવું એ સૌથી મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ગુજરાત, બિહાર અને ઝારખંડમાં ગરમીનું મોજું ચાલુ રહેશે, જ્યારે પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. વળી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાનમાં વધારો ચાલુ છે. જો કે, 23 માર્ચથી આ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ 24મી માર્ચ સુધી વચ્ચે-વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. આ પછી ફરી આખા અઠવાડિયા સુધી હવામાન સ્વચ્છ રહેશે.
આ સાથે આજે મહારાષ્ટ્રના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનો વિસ્તાર બનવાને કારણે આંદામાન અને નિકોબારમાં ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં પણ તેની અસર થવાની ધારણા છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, પુણે, કોંકણ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હાલમાં મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ઘણી જગ્યાએ આકાશમાં કાળા વાદળો છે.
Advertisement