Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં 8 મહિનાથી China clay ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ

China clay industry : ભુજ ભચાઉ રાજય ધોરીમાર્ગ પર નાડાપા, ધાણેટી મમુઆરા,પધ્ધર વિસ્તારમાં આવેલ જમીનમાંથી વર્ષોથી મોટા પ્રમાણમાં ચાઇના ક્લે એટલે કે વાઈટ માટી મળી આવે છે. આજે China Clay ઉધોગએ વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. પરંતુ આ ઉધોગને 8 મહિનાથી...
કચ્છમાં 8 મહિનાથી china clay ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ

China clay industry : ભુજ ભચાઉ રાજય ધોરીમાર્ગ પર નાડાપા, ધાણેટી મમુઆરા,પધ્ધર વિસ્તારમાં આવેલ જમીનમાંથી વર્ષોથી મોટા પ્રમાણમાં ચાઇના ક્લે એટલે કે વાઈટ માટી મળી આવે છે. આજે China Clay ઉધોગએ વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. પરંતુ આ ઉધોગને 8 મહિનાથી મંદીનું ગ્રહણ લાગ્યું છે.

Advertisement

મમુઆરામાં China Clay વ્યવસાય સાથે સંકળાયેલા સતીશભાઈ છાગાના જણાવ્યા પ્રમાણે આજે China Clay અને સિલિકા સેન્ડ ઉદ્યોગના કારણે અનેક લોકોને રોજગારી મળી રહી છે. કચ્છમાં જમીનમાંથી નીકળતી 20 ટકા China Clay જે વિવિધ વસ્તુઓના ઉપયોગ માટે વપરાતી હતી. બાકીની 80 ટકા વેસ્ટ માટી ફેંકી દેવાતી હતી. ત્યારે અલગ અલગ લેબોરેટરીમાં આ વેસ્ટ માટીનો ટેસ્ટ કરાવતા ધ્યાને આવ્યું હતું કે આ 80 ટકા માટી વેસ્ટ નથી. તેને અલગ અલગ રીતે અપગ્રેડ કરતા તેમાંથી સિલિકા સેન્ડ નીકળે છે જે ગ્લાસર ઉધોગ, ટાઇલ્સ, ફાઉન્ડરી, પેપર,પેન્ટ્સમાં ઉપયોગી છે. હાલમાં ઉદ્યોગકારો પાસે માલ પૂરતો છે પણ ખરીદનાર નથી. જેનું મુખ્ય કારણ મોરબીમાં સીરામીક ઉદ્યોગમાં મંદી જોવા મળે છે. ઉદ્યોગકારોએ બેંકો પાસે લોન લીધી છે. જેમાં રાહત આપે તે જરૂરી છે સાથે સાથે આ ઉદ્યોગને કઈ રીતે બચાવવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

સિલિકા સાથે સંકળાયેલા મંગલ મીનરલસ બ્રિજેશ ગોહિલ (Brijesh Gohil) જણાવ્યા પ્રમાણે વર્ષ 1977થી China Clay ની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ 2009 થી 80 ટકા વેસ્ટનો ઉપયોગ કરીને સારી ક્વોલિટી કરવા ઑસ્ટ્રેલિયાથી મશીનરી મંગાવવામાં આવી હતી. અને ધીરે ધીરે સિલિકા સેંડમાં ક્વોલિટી મળતા ગ્લાસની ફેક્ટરીઓમાં મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કોરોના સમયે જે જર્મનીની કંપનીએ વેક્સિન બનાવી તે કંપનીની જે કાંચની બોટલ બની હતી. તે સિલિકા સેન્ડ અહીંથી જ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છમાં રીન્યુએબલ પ્રોજેકટમાં સોલાર ગ્લાસ માટે 100 ટકા મટીરીયલ અહીંથી જ આપવામાં આવે છે. સોલાર ઉદ્યોગને ગ્લાસ મટીરીયલ અહીંથી મળી જતા કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. કચ્છમાં મુન્દ્રા અને કન્ડલા ખાતે પોર્ટ હોવાથી મટિરિયલ વિશ્વ કક્ષાએ પહોંચી રહ્યું છે. કચ્છમાં 300 China Clay અને સિલિકા સેન્ડના 200 ઉદ્યોગો આવેલા છે. ખાણમાંથી નીકળતી માટીને અલગ અલગ કરીને ગ્રેડ બનાવાય છે.જે તૈયાર થયા બાદ બેગમાં પેક કરીને જે તે સ્થળે રવાના કરવામાં આવે છે.

Advertisement

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 8 મહિના પૂર્વે સીરામીકના હબ ગણવામાં આવતા મોરબીમાં 500 જેટલા કારખાનેદારો China Clay મંગાવતા હતા. પણ હવે અદ્યતન ટેક્નોલોજી ફેરફાર થતા ચાઇના કલે નો વપરાશ ઓછો થયો છે જેની સીધી અસર પહોંચી છે. હાલમાં માત્ર જે વેસ્ટ સિલિકા સેન્ડ છે તે ગ્લાસ ફેકટરીમાં મોકલીને ઉધોગને જીવંત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર ચાઇના કલે ઉધોગને જીવંત રાખવા માટે પ્રયાસ કરે તે જરૂરી છે.

અહેવાલ - કૌશિક છાયા

Advertisement

આ પણ વાંચો - Surat Students: હિરાનગરી સુરતમાં વિદ્યાર્થીનીએ JEE MAINS માં મેળવ્યો પ્રથમ ક્રમાંક

આ પણ વાંચો - Dabhoi : બહેનને મળવા ગયેલા ભાઈનું રહસ્યમય મોત, ઓરસંગ નદીના પટમાંથી મળ્યો મૃતદેહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.