Chhotaudepur Teacher News: છોટાઉદેપુરમાં શિક્ષક ભરતી માત્ર સરકારી ચોપડા પૂરતી, વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
Chhotaudepur Teacher News: છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં 283 શાળાઓ એક શિક્ષક (Teachers) થી ચાલી રહી છે. તો 48 શાળાઓમાં તો શૂન્ય શિક્ષક છે. તો કેવી રીતે ભણશે ગુજરાત (Gujarat) અને કેવી રીતે આગળ વધશે ગુજરાત તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.
- 630 શિક્ષકોની જિલ્લામાં ઘટ વર્તાઈ રહી
- 48 શાળાઓ એવી છે કે જ્યાં શૂન્ય શિક્ષક છે
- બાળકોના માતા-પિતા શિક્ષણને લઈ ચિંતિત
- શિક્ષકોની ભરતી માત્ર ચોપડા પૂરતી
630 શિક્ષકોની જિલ્લામાં ઘટ વર્તાઈ રહી
છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તકની 1250 સરકારી પ્રાથમિક શાળાઓ (Government Primary School) આવેલી છે. જેમાં હાલ પ્રાપ્ત આંકડાને આધાર માનીએ તો મંજૂર મહેકમ પ્રમાણે 4706 શિક્ષકો (Teachers) ની જરૂર છે. તેની સામે 3861 જેટલા શિક્ષકો (Teachers) અને 215 જેટલાં જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે. હાલ આ આંકજાને જ આધાર માનીએ તો 630 શિક્ષકોની જિલ્લામાં (Chhotaudepur) ઘટ વર્તાઈ રહી છે તેમ કહેવાય.
48 શાળાઓ એવી છે કે જ્યાં શૂન્ય શિક્ષક છે
જો કે તંત્ર દ્વારા બે તબક્કામાં થયેલ જ્ઞાન સહાયકોની ભરતી પણ કરવામાં આવી છે. તેમ છતાં હાલ જિલ્લા (Chhotaudepur) ની 283 શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક (Teachers) થી ચાલે છે. તો બીજી તરફ 48 શાળાઓ એવી છે કે જ્યાં શૂન્ય શિક્ષક (Teachers) છે. જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (State Education Minister) ની કચેરી દ્વારા નજીકની શાળાઓમાંથી વૈકલ્પિક અને હંગામી વ્યવસ્થાના ભાગરૂપે નજીકની અન્ય શાળામાં (School) થી શિક્ષકો ફાળવી દેવાના આદેશો થતા શાળાઓ તો બંધ થઈ નથી.
બાળકોના માતા-પિતા શિક્ષણને લઈ ચિંતિત
પરંતુ જે શાળાઓમાં (School) થી શિક્ષક (Teachers) ફાળવવામાં આવ્યા છે. તે મૂળ શાળા (School) ના બાળકોના શિક્ષણની જવાબદારી અન્ય શિક્ષક (Teachers) ને સોંપાતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાળકોને આપવામાં આવતા શિક્ષણ ઉપર ગંભીર અને સ્વાભાવિક રીતે અસર વર્તાઈ રહી છે. જેને લઇ વાલીઓ ચિંતા જતાવી રહ્યા છે.
શિક્ષકોની ભરતી માત્ર ચોપડા પૂરતી
તંત્ર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી માટે બે તબક્કા માં પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ એ ભરતી માત્ર એસ.ઓ.ઈ શાળાઓ (SOE School) માટે કરવામાં આવી છે. છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લોએ નબળા શિક્ષણને લઇ છેલ્લા ઘણા વર્ષોથી પંકાતો આવ્યો છે. હાલ ઉભી થયેલી શિક્ષકોની ઘટ તેમાં સુર પુરતી સાબીત થઇ રહી છે.
આ પણ વાંચો: Ambaji : યાત્રાએ જઇ રહેલા મંત્રીઓ અને ધારાસભ્યો ભક્તિમાં થયા લીન