Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'યુવરાજ ભુતકાળ હતો, તેને ભુલી જવાનો' મંત્રીનું ચોંકાવનારું નિવેદન

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું ચોંકાવનારું નિવેદન બહાર આવ્યું છે. કુબેર ડિંડોરે પરીક્ષામાં ભ્રષ્ટાચાર ભુતકાળ હોવાનું કહીને ભુલી જવાનું કહ્યું છે. કુબેર ડિંડોરે કહ્યું કે યુવરાજસિંહ ભુતકાળ હતો અને તેને ભુલી જવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના અનેક...
 યુવરાજ ભુતકાળ હતો  તેને ભુલી જવાનો  મંત્રીનું ચોંકાવનારું નિવેદન
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું ચોંકાવનારું નિવેદન બહાર આવ્યું છે. કુબેર ડિંડોરે પરીક્ષામાં ભ્રષ્ટાચાર ભુતકાળ હોવાનું કહીને ભુલી જવાનું કહ્યું છે. કુબેર ડિંડોરે કહ્યું કે યુવરાજસિંહ ભુતકાળ હતો અને તેને ભુલી જવાનો છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના અનેક ખુલાસા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના અનેક ખુલાસા કરેલા છે. પેપર લીકનો મામલો હોય કે ડમી પેપર કાંડનો મામલો હોય..યુવરાજસિંહે આ સહિતની ઘણી બાબતોનો ખુલાસો કરીને સરકારને મુશ્કેલીમાં મુકી દીધી હતી.
જાણો કુબેર ડિંડોરે શું કહ્યું 
સૌરાષ્ટ્ર તમિલ સંગઠનના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે સરકાર શિક્ષણમાં કોઇ પણ પ્રકારની ગેરરિતી સાંખી લેવા માગતી નથી. તેના માટે સરકારે વિધેયક બનાવ્યું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા હમણા લેવાઇ અને 16 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આખા ગુજરાતમાં માત્ર 47 કેસ થયા છે. જે કંઇ હોય ભુતકાળની વાતો હવે બંધ કરવાની છે. યુવરાજ હોય કે ભુતકાળ એ ભુતકાળ હતો. સરકાર હવે કોઇ પણ બાબત સાંખી લેવા માગતી નથી. જે કાંઇ નાની મોટી ત્રુટીઓ હશે તેનો સુધારો કરીશુ પણ હવે ભુતકાળને યાદ કરવો બધા માટે યોગ્ય નથી.
કુબેર ડિંડોરના નિવેદનથી ગરમાવો 
સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે યુવરાજસિંહ ભુતકાળ હતો, તેને ભુલી જવાનો છે તેમ કહીને મંત્રી કુબેર ડિંડોર કહેવા શું માગે છે. પરીક્ષાઓમાં થતા ભ્રષ્ટાચાર અને ગેરરિતીઓને કેવી રીતે ભુલી જવાય અને ગુજરાતમાં આટલા બધા પેપર લીક થયા તેને પણ કેવી રીતે ભુલી શકાય. પરીક્ષામાં થતાં ભ્રષ્ટાચાર અને ગેરરિતીના કારણે ઉમેદવારોને જે તકલીફો પડી અને ઉમેદવારોના ભવિષ્ય સાથે જે પ્રકારે ચેડાં થયા તેને પણ કેવી રીતે ભુલી શકાય તે મહત્વનો સવાલ છે.  સતત પેપર લીકની ઘટનાઓ અને ડમી કાંડ બાદ પણ રાજ્યના શિક્ષણ મંત્રી તેને ભુતકાળ ગણાવે તે કેટલી હદે યોગ્ય છે તે સવાલ પણ પુછાઇ રહ્યો છે. શિક્ષણ મંત્રીના આ પ્રકારના નિવેદનથી હવે રાજ્યમાં નવી ચર્ચા ઉભી થઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.