Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chaitra Purnima 2024 : ચોટીલામાં માઈભક્તોનું ઘોડાપુર, કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ

Chaitra Purnima 2024 : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા (Chotila) ખાતે આવેલ ચામુંડા માતાજીનાં ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અનેરૂં મહત્ત્વ છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી હાલ પદયાત્રીઆ પગપાળા ચોટીલા તરફ જઇ રહ્યાં છે અને સુરેન્દ્રનગર જિલ્લાનાં હાઈવે સહિત મુખ્ય...
chaitra purnima 2024   ચોટીલામાં માઈભક્તોનું ઘોડાપુર  કાળઝાળ ગરમીમાં પગયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ

Chaitra Purnima 2024 : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા (Chotila) ખાતે આવેલ ચામુંડા માતાજીનાં ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અનેરૂં મહત્ત્વ છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી હાલ પદયાત્રીઆ પગપાળા ચોટીલા તરફ જઇ રહ્યાં છે અને સુરેન્દ્રનગર જિલ્લાનાં હાઈવે સહિત મુખ્ય માર્ગો પર પદયાત્રીઓથી ઊભરાઇ રહ્યાં છે અને સાથે સાથે ઠેર ઠેર પદયાત્રીઓની સેવા માટેનાં કેમ્પ પણ ધમધમી ઉઠ્યાં છે.

Advertisement

ચોટીલામાં પદયાત્રીઓનો ઘસારો

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓનો ઘસારો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ડુંગર પર બિરાજમાન માતા ચામુંડાનું (Chamunda Mataji) ભવ્ય અને પ્રાચીન મંદિર માઈભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે, ચૈત્રી પૂનમે ચામુંડા માતાજીના દર્શનાર્થે દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ ઉમટી પડે છે. ચૈત્રી પુનમે ખાસ કરીને સમગ્ર રાજ્યમાંથી પગપાળા સંઘ ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, જેમાં ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર (Gandhinagar), કલોલ, સાબરકાંઠા, અમદાવાદ (Ahmedabad) અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં તમામ મુખ્ય માર્ગો પર પદયાત્રીઓનો હાલ પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ ધોમધખતા તાપમાં પગપાળા ચાલતા નજરે પડે છે.

Advertisement

પદયાત્રીઓ માટે ઠેર ઠેર મેડિકલ કેમ્પની સેવા

પૂનમ સુધીમાં અંદાજે 5 લાખ માઈભક્તો દર્શન કરશે

માતા ચામુંડા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની ભાવિકોની શ્રદ્ધા છે અને એટલે જ દર વર્ષે લાખોની સંખ્યામાં પદયાત્રીઆ ચોટીલામાં માતા ચામુંડાના ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે અને પદયાત્રીઓની સેવા માટે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં હાઇવે પર ઠેર ઠેર સેવા કેમ્પ દ્વારા ચા-પાણી, નાસ્તો, જમવાનું, દવા તેમ જ આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

પદયાત્રીઓ માટે ભોજન વ્યવસ્થા

ઉપરાંત, કાળઝાળ ગરમીમાં રસ્તા પર અલગ-અલગ વાહનો દ્વારા પણ પદયાત્રીઓને ઠંડા પાણી, છાસ, લીંબુ સરબત તેમ જ ફ્રૂટ સહિતની સેવા સેવાભાવીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ચૈત્રી પૂનમને (Chaitra Purnima 2024) દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શનાર્થે ઉમટી પડે છે. પરંતુ, કોઇ પણ પદયાત્રીને ક્યારેય કોઇ તકલીફ પડતી નથી કે કોઇ અનિચ્છનીય કે અકસ્માતનો બનાવ બનતો નથી. જે માં ચામુંડાની (Chamunda Mataji) કૃપા અને આશીર્વાદ જ હોવાના પદયાત્રીની શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા સાથે ચૈત્રી પૂનમ સુધીમાં અંદાજે 5 લાખ લોકોમાં માતા ચામુંડાના ચરણોમાં શીશ ઝૂકાવશે અને સમગ્ર માહોલ 'ચામુંડા માતા કી જય'ના નાદ સાથે ગૂંજી ઊઠશે.

અહેવાલ - વિરેન ડાંગરેચા, સુરેન્દ્રનગર

આ પણ વાંચો - Khoraj Sant Sammelan : આવતીકાલે ગુજરાતનું ઐતિહાસિક સંત સંમેલન, સંતો-મહંતોની હાજરીમાં સનાતનનો જયઘોષ બોલાવાશે

આ પણ વાંચો - GONDAL : કાલે ભવ્ય રીતે ઉજવાશે હનુમાન જયંતિ, નીકળશે વિશાળ શોભાયાત્રા

આ પણ વાંચો - VADODARA : હનુમાન જયંતિ પર શોભાયાત્રાને લઇ પોલીસનું જાહેરનામું – વાંચો વિગતવાર

Tags :
Advertisement

.