Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની સંસદમાં હવે ચાલશે બિલાડીઓનું રાજ! જાણો પૂરી વિગત

પાકિસ્તાનની સંસદમાં ઉંદરોનો આતંક ઉંદરોથી છુટકારો મેળવવા બિલાડીઓની આવશે ફોજ! સંસદમાં નેતાઓ કરતાં બિલાડીઓ વધુ વ્યસ્ત રહેશે! Rats In Pakistan Parliament : પાકિસ્તાનની સંસદમાં ઉંદરો (Cats) નો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કોમ્પ્યુટરના વાયર સુરક્ષિત...
પાકિસ્તાનની સંસદમાં હવે ચાલશે બિલાડીઓનું રાજ  જાણો પૂરી વિગત
  • પાકિસ્તાનની સંસદમાં ઉંદરોનો આતંક
  • ઉંદરોથી છુટકારો મેળવવા બિલાડીઓની આવશે ફોજ!
  • સંસદમાં નેતાઓ કરતાં બિલાડીઓ વધુ વ્યસ્ત રહેશે!

Rats In Pakistan Parliament : પાકિસ્તાનની સંસદમાં ઉંદરો (Cats) નો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કોમ્પ્યુટરના વાયર સુરક્ષિત નથી રહ્યા. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાની સરકારે (Pakistan's Government) એક અનોખો નિર્ણય લીધો છે. સરકારે સંસદમાં ઉંદરો (Rats) ને ભગાડવા માટે બિલાડીઓ (Cats) રાખવાનો નિર્ણય લીધો છે અને આ માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

Advertisement

ઉંદરોની સમસ્યા કેમ વધી?

સંસદ ભવનમાં ઉંદરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ઉંદરો માત્ર દસ્તાવેજો અને વાયરને જ નુકસાન પહોંચાડી રહ્યા નથી પરંતુ સંસદમાં ગંદકી અને બીમારીઓ ફેલાવવાનું કામ પણ કરી રહ્યા છે. સંસદના અધિકારીઓએ ઉંદરોને ભગાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ નિષ્ફળ રહ્યું નહીં. આખરે, બિલાડીઓ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. જોકે, આ પહેલા ઉંદરોને પકડવા માટે ઘણા ઉપાયો કરવામાં આવ્યા હતા. જેમ કે, ઉંદરોની જાળ ગોઠવી, રસાયણનો ઉપયોગ કર્યો.

બિલાડીઓ શા માટે?

સંસદના અધિકારીઓ માને છે કે બિલાડીઓ ઉંદરોને મારવા અને ભગાડવામાં સૌથી અસરકારક સાબિત થશે. જો કે, કેટલાક લોકો આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો આને વ્યવહારુ ઉકેલ માને છે.

Advertisement

સાંસદો શું કહે છે?

સંસદસભ્યોનું કહેવું છે કે સંસદનું કામ કોઈપણ વિક્ષેપ વિના સરળતાથી ચાલવું જોઈએ અને ઉંદરોની સમસ્યા આમાં મોટી અડચણ બની છે. તેઓ માને છે કે બિલાડીઓ રાખવાથી સંસદ ભવનમાં સ્વચ્છતા જળવાઈ રહેશે અને સંસદના કામકાજમાં કોઈ અડચણ નહીં આવે.

Advertisement

પાકિસ્તાનના ગધેડા પણ પ્રખ્યાત

આ તો થઈ ઉંદરો અને બિલાડીઓની વાત, પરંતુ પાકિસ્તાનના ગધેડા પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પાકિસ્તાન પાસે વિશ્વમાં સૌથી વધુ ગધેડા છે અને સરકાર ગધેડાઓની નિકાસ કરીને નફો કમાવવાનો પ્રયાસ કરી રહી છે. નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે દાવો કર્યો હતો કે આના કારણે પાકિસ્તાનના 80 લાખ ગધેડા પાળનારાઓની આવકમાં 40 ટકાનો વધારો થયો છે અને પાકિસ્તાન સરકારને વિદેશી હૂંડિયામણ પણ પ્રાપ્ત થયું છે.

આ પણ વાંચો:  Mainank Patel: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, સગીરના આડેધડ ફાયરિંગમાં યુવકનું મોત

Tags :
Advertisement

.