Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

By Election Result 2024 : 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ

બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણી (By Election) માટે આજે મતગણતરી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી બાદ થઈ રહેલી આ રાજકીય ગતિવિધિ પર સમગ્ર દેશની નજર છે. એનડીએ...
by election result 2024   7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ
Advertisement

બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણી (By Election) માટે આજે મતગણતરી ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી બાદ થઈ રહેલી આ રાજકીય ગતિવિધિ પર સમગ્ર દેશની નજર છે. એનડીએ અને INDIA ગઠબંધન બંને 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી (By Election) દ્વારા તેમની સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement

બંગાળની 4 સીટો પર પેટાચૂંટણીના પરિણામ આજે આવશે...

પશ્ચિમ બંગાળમાં આજે 4 વિધાનસભા પેટાચૂંટણી (By Election)ના પરિણામો જાહેર થશે. આ ચાર બેઠકો માણિકતલા, રાણાઘાટ દક્ષિણ, બગડા અને રાયગંજ છે. 2021 માં માણિકતલા સિવાય BJP એ બાકીની 3 સીટો જીતી હતી. શું આ પેટાચૂંટણી (By Election)માં ભાજપ 3 બેઠકો જાળવી શકશે? શું તૃણમૂલ કોંગ્રેસ ફરી જીતશે આ સવાલોના જવાબ ચૂંટણી પરિણામો પછી મળશે. પોસ્ટલ બેલેટની ગણતરી હજુ ચાલુ છે.

Advertisement

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ...

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. NDA અને INDIA બંને ગઠબંધન પેટાચૂંટણી (By Election)માં પોતપોતાની જીતનો દાવો કરે છે.

બધાની નજર ઉત્તરાખંડની 2 સીટો પર છે...

ઉત્તરાખંડની બે વિધાનસભા સીટો મેંગ્લોર અને બદ્રીનાથમાં મતદાન બાદ હવે તમામની નજર પરિણામો પર છે. મેંગલોર વિધાનસભા પેટાચૂંટણી (By Election)માં 68.24 ટકા અને બદ્રીનાથ સીટ પર 51.43 ટકા મતદાન થયું હતું. આ બંને બેઠકો પરની મત ગણતરી હવેથી ટૂંક સમયમાં શરૂ થશે.

આ પણ વાંચો : Mumbai : PM મોદી આજથી મુંબઈના પ્રવાસે, Anant-Radhika ના રિસેપ્શનમાં આપી શકે છે હાજરી…

આ પણ વાંચો : બર્ગર કિંગ મર્ડર કેસમાં ત્રણેય ગેંગસ્ટર ઠાર, હરિયાણા પોલીસ માટે બની ગયા હતા માથાનો દુખાવો

આ પણ વાંચો : Rajasthan : રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ શિવ સિંહ શેખાવત પર જીવલેણ હુમલો

Tags :
Advertisement

.

×