એક્ઝિટ પોલના પરિણામો થી ઉત્સાહિત ભાજપે શપથવિધી માટેની તૈયારીઓ શરૂ કરી, 11 અથવા 12 ડિસેમ્બરે યોજાશે શપથવિધિ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેના મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું અનુમાન છે. એવામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા અત્યારથી નવી સરકારની રચના માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.જે અંતર્ગત શપથવિધિની પણ તૈયારીઓ થઇ રહી છે. આ શપથવિધિ શુભ મૂહુર્તમાં થશે.કારણ કે છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 16 ડિસેમ્બરે બેસી રહેલા કમૂરતા પહેલા જાàª
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેના મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોવાનું અનુમાન છે. એવામાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા અત્યારથી નવી સરકારની રચના માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.જે અંતર્ગત શપથવિધિની પણ તૈયારીઓ થઇ રહી છે. આ શપથવિધિ શુભ મૂહુર્તમાં થશે.કારણ કે છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 16 ડિસેમ્બરે બેસી રહેલા કમૂરતા પહેલા જાહેર થઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના સારા એક્ઝીટ પોલ અને સારા વાતાવરણ ને લઇને ભાજપને અત્યારથી જીતની આશા છે. આથી 8મીએ પરિણામ જાહેર થવા સાથે જ કમૂરતા પહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિ સાથે નવી સરકારની રચના કરી શકે છે.
જીતેલા તમામ ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવશે
આગામી 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના જીતેલા તમામ ધારાસભ્યોને ગાંધીનગરનું તેડુ મોકલવામાં આવશે. સંભવિત રીતે 9 અથવા 10 મી ડિસેમ્બર ના રોજ કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજવાનું આયોજન છે જ્યાં ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના નેતા એટલે કે મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવશે. જે બાદ રાજભવન અથવા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં કમૂરતા બેસે તે પહેલા 11 અથવા 12 ડિસેમ્બર પૈકી કોઈ એક દિવસે શપથવિધિની શક્યતા છે.
શપથવિધીમાં અપાશે સંતો-મહંતોને આમંત્રણ
નવી સરકારની શપથવિધિમાં રાજયભરના સંતો મહંતોને મુખ્યમંત્રી અને મંત્રીઓ ને આશીર્વાદ આપવા માટે ખાસ આમંત્રણ આપવામા આવશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહે તેવું આયોજન છે.
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલનો ચહેરો નક્કી છે
કમુરતા પહેલા સંભવિત રીતે થનારી શપથવિધિ એટલા માટે ખાસ હશે કારણ કે અગાઉ ઑક્ટોબર-2001માં નરેન્દ્ર મોદીને બાદ કરતાં ત્રણ વખત ડિસેમ્બર મહિનામાં કમૂરતામાં જ મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળે શપથવિધિ બાદ નવી સરકારની રચના કરવામાં આવી હતી.નવી સરકાર મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનો ચહેરો નક્કી છે જ્યારે મંત્રીમંડલમાં અગાઉ ની સરકારમાં રહેલા જુના ચહેરાઓ અને અમુક નવા ચહેરાઓ જ્ઞાતિગત અને વિસ્તારગત સંતુલન સાથે જોવા મળશે.
આ પણ વાંચો - આવતીકાલના મતગણતરીના દિવસને લઇને પંચમહાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તમામ આવશ્યક સુવિધાઓ ઉભી કરાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement