રાજસ્થાનમાં ધોરણ 12 આર્ટ્સનું પરિણામ જાહેર, કુલ 96.33 ટકા વિદ્યાર્થીઓ પાસ
આજે સવારે રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે રાજસ્થાનમાં ધોરણ 12 આર્ટ્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રાજસ્થાન (BSER) ના એડમિનિસ્ટ્રેટર એલએન મંત્રીએ પરિણામ જાહેર કર્યું છે. રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (RBSE) એ આજે એટલે કે 6મી જૂન 2022ના રોજ આર્ટસ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કર્àª
Advertisement
આજે સવારે રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે રાજસ્થાનમાં ધોરણ 12 આર્ટ્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રાજસ્થાન (BSER) ના એડમિનિસ્ટ્રેટર એલએન મંત્રીએ પરિણામ જાહેર કર્યું છે.
રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (RBSE) એ આજે એટલે કે 6મી જૂન 2022ના રોજ આર્ટસ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (RBSE) દ્વારા બહાર પાડવામાં આવેલ 12 આર્ટસ સ્ટ્રીમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ rajresults.nic.in અથવા rajeduboard.rajasthan.gov.in પર જોઈ શકે છે. નોંધનીય છે કે રાજસ્થાન બોર્ડના 12 આર્ટસ પરિણામ 2022ની રિલીઝની તારીખ અને સમયની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ ગઈકાલે મોડી સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કરીને કરી હતી. આ ઑફિશિયલ હેન્ડલ પરથી મોકલવામાં આવેલા ટ્વીટમાં ડૉ. બીડી કલ્લાએ માહિતી આપી હતી કે, રાજસ્થાન ધોરણ 12 આર્ટ્સ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે બપોરે 12:15 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલા પરિણામો અનુસાર, પરીક્ષામાં કુલ 96.33% વિદ્યાર્થીઓ પાસ થયા છે.