Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગણેશોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં, ગોંડલમાં શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગણેશોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. ત્યારે આ વર્ષે ધૂમધામથી ઠેર ઠેર ઊજવણી કરવામાં આવશે. ત્યારે ગોંડલમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ ગ્રુપમાં પ્રમુખ કે ઉપપ્રમુખ કે અન્ય કોઈ હોદ્દાઓ...
ગણેશોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં  ગોંડલમાં શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગણેશોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. ત્યારે આ વર્ષે ધૂમધામથી ઠેર ઠેર ઊજવણી કરવામાં આવશે. ત્યારે ગોંડલમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ ગ્રુપમાં પ્રમુખ કે ઉપપ્રમુખ કે અન્ય કોઈ હોદ્દાઓ રાખવામાં આવ્યા જ નથી. અહીંનો નાનો કે મોટો દરેક સભ્ય કાર્યકર પ્રમુખ માનવામા આવી રહ્યા છે.

ગોંડલ શહેરનું સૌથી મોટું આયોજન શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા પુનિતનગરના રજવાડી રાજાનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમના દ્વારા 2011 થી દરવર્ષે ગણપતિનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પુનિતનગરના રજવાડી રાજા 13માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે, એટલે આ વખતે વિશેષ ઊજવણી કરવામાં આવશે.

Advertisement

5 ફૂટની મૂર્તિ ગોંડલથી બનાવડાવી

13 વર્ષથી અયોજન કરતા પુનિતનગરના રજવાડી રાજા ગ્રુપ દ્વારા આ વર્ષે 5 ફૂટની મૂર્તિ ગોંડલથી બનાવવામાં આવી છે. જેના માટે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના મેદાનમાં 30x60 નો વોટર પ્રૂફ ડોમ પણ ઉભો કરવામાં આવ્યો છે.

Advertisement

ધામધૂમથી 10 દિવસ ધામધૂમ પૂર્વક થાય છે ઊજવણી

પુનિતનગરના રજવાડી રાજા ગ્રુપના 75 સભ્યો ભારે જહેમત ઉઠાવીને 10 દિવસ સુધી વિશેષ ઊજવણી કરે છે. 10 દિવસના આયોજનમાં ગણપતિના મુખ્ય સ્ટેજને રજવાડી લુક ટાઈપની થીમ તૈયાર કરવામાં આવી છે. ગણપતિ ઉત્સવ દરમિયાન ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

દરરોજ સવાર - સાંજ આરતી કરવામાં આવે છે

સવારે 7 : 30 અને સાંજે 7:30 આરતી કરવામાં આવે છે. આરતી દરમિયાન સંતો મહંતો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો આરતીનો લાભ લે છે. ગણપતિ ઉત્સવ દરમિયાન સર્વે ભક્તજનો મહા આરતી પણ કરે છે. આરતી સમયે 1000થી વધુ લોકો લાભ લે છે.

ગણપતિદાદાની મૂર્તિને શણગાર કરવામાં આવી

શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રૂપની મહિલાઓ દ્વારા ગણપતિ દાદાની મૂર્તિને છેલ્લા 4 દિવસથી દરરોજની 4 કલાક સ્ટોન - ડાયમંડની સર - મોતી સર - ડાયમંગ રિંગ - પાંદળી વાળા સ્ટોન - પ્લાસ્ટિક આઇસ - લેસ પટ્ટો સહિતનો શણગાર કરવામાં આવ્યો છે.

રોજિંદા અલગ અલગ પ્રસાદની વ્યવસ્થા

ગ્રુપ દ્વારા ગણેશોત્સવની ખૂબ સારી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવતી હોય છે. રોજિંદા આરતી દરમિયાન ભક્તોને અલગ અલગ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.