લો બોલો! પાંદડા ખાવાના ગુનામાં ભેંસોની કરાઈ ધરપકડ
- મથુરામાં ભેંસોની ધરપકડ
- મ્યુનિસિપલ કોર્પોરેશને પાંદડા ખાવાના ગુનામાં કરી ધરપકડ
- મામલો વૃંદાવનના સંરક્ષિત કુંભ મેળા વિસ્તાર સાથે સંબંધિત
Shocking News : ઉત્તર પ્રદેશના મથુરા (Uttar Pradesh's Mathura) માં ફરીથી ભેંસો (Buffalo) એ ચર્ચામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને (municipal corporation) એક અનોખી ઘટનામાં ભેંસો (Buffalo) ને જપ્ત કરવાનું કામ કર્યું છે. મળતી માહિતી અનુસાર, ભેંસો સંરક્ષિત વિસ્તારમાં વૃક્ષોના પાંદડા ખાઈ રહી હતી, જે પછી તેને જપ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ ઘટના, એક જૂના કિસ્સાને યાદ અપાવે છે જ્યારે પૂર્વ મંત્રી આઝમ ખાનની ભેંસ ચોરાઈ ગઈ હતી અને પોલીસે તેને શોધવા માટે ઓપરેશન શરૂ ધર્યું હતું.
ભેંસોના માલિકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા
મથુરાના કુંભ મેળા વિસ્તારને સંરક્ષિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વૃક્ષારોપણ કર્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, કેટલાક ખેડૂતો તેમની ભેંસોને આ વિસ્તારમાં છોડી દેતા હતા, જે વૃક્ષોના પાંદડા ખાઈ રહી હતી. ભેંસો રોજ લીલા પાન ખાઈને સંતોષ અનુભવી રહી હતી, પરંતુ આ અબોલા જાનવાર જાણતા નહોતા કે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મહાનગરપાલિકાને આ અંગે જ્યારે જાણ થઇ ત્યારે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી. ત્યારબાદ ટ્રક લઈને આવીને ભેંસોને જપ્ત કરવામાં આવી હતી. ભેંસોના માલિકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. સુત્રોની માનીએ તો આ કાર્યવાહીનો હેતુ વૃક્ષોને નુકસાનથી બચાવવું છે. જપ્ત કરાયેલી ભેંસોને કાન્હા ગૌ આશ્રય સદનમાં રાખવામાં આવી છે. તેમની મુક્તિ માટે માલિકો અધિકારીઓની ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે વહીવટીતંત્ર હવે નાની બાબતોને પણ ગંભીરતાથી લઈ રહી છે.
-મથુરામાં ભેંસોની 'ધરપકડ'
-માલિક સામે પણ FIR
-વૃક્ષોના લીલા પાંદડા ખાવા બદલ ઘણી ભેંસોની ધરપકડ#Buffalo #Buffaloesarrested #MathuraBuffalo #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 26, 2024
ન્યાયાલયમાં પેન્ડિંગ કેસોની સંખ્યા
બીજી તરફ, ગાય અને ભેંસોના મામલાઓમાં FIR નોંધવાના કારણે પોલીસ સ્ટેશનમાં લોકોની ફરિયાદો વધતી જાય છે. આ નાના મામલાઓને કારણે અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વધી રહી છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે, સુપ્રીમ કોર્ટમાં 83 હજારથી વધુ અને હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. આ ઘટનાએ બતાવ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્ર હવે નાની બાબતોને ગંભીરતાથી લઇ રહી છે. સાથે જ, ન્યાયતંત્રમાં પેન્ડિંગ કેસોની સમસ્યા પણ ગંભીર બની ગઈ છે. ભલે ભેંસોની આ ઘટના હળવાશથી લેવામાં આવી હોય, પરંતુ આના પાછળનું મોટું ચિત્ર દરેકને વિચારવા મજબૂર કરે છે.
આ પણ વાંચો: kutch : વર્માનગરની ઓઢણ નામની ભેંસે બનાવ્યો નવો રેકોર્ડ