Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકર બંધ કરાવવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

મુસ્લિમ સમાજની મસ્જિદોમાં દિવસમાં પાંચ વખત અઝાન કરવામાં આવે છે. અઝાન એટલે અલ્લ્લાહની ઇબાદત એટલે કે પ્રાર્થના કરવાનો સમય છે. જેને લઇને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. મુસ્લિમ સમાજની અઝાન વખતે મસ્જિદો પર લાઉડ સ્પીકર થકી આ અઝાન કરવામાં આવતી હોય છે. જેને લઈને ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે અને એવા સમુદાયનાં લોકો જેઓ મુસ્લિમ ધર્મમાં માનતા નથી તેવા લોકોને પણ આ અઝાન દ
મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકર બંધ કરાવવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

મુસ્લિમ સમાજની મસ્જિદોમાં દિવસમાં પાંચ વખત અઝાન
કરવામાં આવે છે
. અઝાન એટલે અલ્લ્લાહની ઇબાદત એટલે કે પ્રાર્થના કરવાનો સમય છે. જેને
લઇને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર
હિતની અરજી કરવામાં આવી છે. મુસ્લિમ સમાજની અઝાન વખતે મસ્જિદો પર લાઉડ સ્પીકર થકી
આ અઝાન કરવામાં આવતી હોય છે. જેને લઈને ધ્વનિ
 પ્રદૂષણ પણ
થાય છે અને એવા સમુદાયનાં લોકો જેઓ મુસ્લિમ ધર્મમાં માનતા નથી તેવા લોકોને પણ આ
અઝાન દિવસમાં પાંચ વખત સંભાળવી પડતી હોય છે. આ મુદ્દાની
 બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
કરવામાં આવી હતી.

Advertisement

 

 

Advertisement

સમગ્ર જીલ્લામાં મસ્જિદો ઉપર અજાન માટે મોટા મોટા લાઉડ સ્પીકર વડે અઝાન કરવામાં આવે છે, જેના પર પ્રતિબંધ લાદવાની માંગણી સાથે ગુજરાત હાઈકોર્ટમાં
જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટેના
 ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ સાથે જ ચાલુ સુનાવણી દરમિયાન અરજી કરનાર એડવોકેટને હાઈકોર્ટ હળવાશમાં ટકોર કરતા જણાવ્યું કે, લગ્ન દરમિયાન જે લાઉડ સ્પીકર વાગે છે તેનું શું? જેના વળતા
જવાબમાં
  અરજદાર
વકીલે
 હાઈકોર્ટ
સમક્ષ એવી
 દલીલ
કરી હતી કે, લગ્ન એક જ વખત થાય છે અને ત્યારે જ બેન્ડ વાગે છે પરતું મસ્જિદોમાં
અઝાન પાંચ વખત કરવામાં આવે છે.

 

Advertisement

 

સુનાવણી દરમિયાન ચીફ
જસ્ટિસની ખંડપીઠે અરજી કરનાર એડવોકેટને
 સવાલ પૂછ્યો કે, મસ્જિદોમાં જે લાઉડ સ્પીકર લગાડેલા હોય છે, તે કેવી રીતે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. કાયદામાં  લાઉડ સ્પીકર માટેની મર્યાદા
કેટલી નક્કી કરવામાં આવી છે તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો, જેમાં અરજદારે
જણાવ્યું કે, કાયદાની અંદર સ્પીકર અને લાઉડ સ્પીકર માટે
80 ડિસેબલની મર્યાદા નક્કી કરવામાં આવી છે, પરંતુ મસ્જિદો
પર લાગેલા લાઉડ સ્પીકરો
 ખૂબ
જ મોટા અવાજે વાગે છે. જેથી આવા સ્પીકર ધ્વનિ
 પ્રદૂષણ ફેલાવે
છે.
 સાથો
સાથ કાયદાનું પણ ઉલ્લઘન
 થઇ
રહ્યું છે, જેથી કરીને મસ્જિદો પર વાગતા સ્પીકરો
 પર પ્રતિબંધ લાદવો જોઈએ.

 

 

બીજી તરફ અરજી કરનાર એડવોકેટને હાઈકોર્ટે એવી પણ દલીલ કરી હતી કે, લાઉડ સ્પીકર વગાડવા માટેની મંજૂરી લેવી પડતી હોય છે. એટલું જ નહી કે, નવરાત્રિનો તહેવાર હોય
કે પછી અન્ય કોઈપણ તહેવાર હોય ત્યારે લાઉડ સ્પીકર
 વગાડવા માટેની મંજૂરી લેવી પડતી હોય છે. તો પછી મસ્જિદો પર મૂકેલા લાઉડ સ્પીકરો જયારે અઝાન વખતે આટલા જોરથી વાગતા હોય છે તેની મંજૂરી અગાઉથી લીધેલી હોય છે ખરી? સમગ્ર
બાબતને
 લઈને
ગુજરાત હાઈકોર્ટે
 રાજ્ય
સરકારને નોટિસ
 ફટકારી
છે અને
  આગામી
વધુ સુનાવણી
 10 મી માર્ચના રોજ હાથ ધરાશે.

Tags :
Advertisement

.