Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bikaner Natural Disaster: રાતોરાત રાજસ્થાનના ગામમાં ભયાવહ ખાડો પડતા કલમ 144 લાગુ

Bikaner Natural Disaster: રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં લૂણકારણસર તાલુકામાં આવેલું સહજરાસર ગામમાં એક ચોંકાવનારી કુદરતી ઘટના ઘટી છે. તેના કારણે રાજસ્થાન સમગ્ર દેશના વૈજ્ઞાનિકો માટે ચિંતોનો વિષય બની ગયો છે. જે સ્થળે આ ઘટના બની છે તે વિસ્તારને હાલમાં, સરકાર દ્વારા...
bikaner natural disaster  રાતોરાત રાજસ્થાનના ગામમાં ભયાવહ ખાડો પડતા કલમ 144 લાગુ

Bikaner Natural Disaster: રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં લૂણકારણસર તાલુકામાં આવેલું સહજરાસર ગામમાં એક ચોંકાવનારી કુદરતી ઘટના ઘટી છે. તેના કારણે રાજસ્થાન સમગ્ર દેશના વૈજ્ઞાનિકો માટે ચિંતોનો વિષય બની ગયો છે. જે સ્થળે આ ઘટના બની છે તે વિસ્તારને હાલમાં, સરકાર દ્વારા નાગરિકોના પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

  • રાજસ્થાનના એક ગામમાં રાતોરાત 100 ફૂટ ખાડો પડ્યો
  • ખાડો કેવી રીતે પડ્યો તેનું કારણ આવ્યું સામે
  • ખાડાને લોકો પાસે અનેક માન્યતાઓ

મળતી માહિતી મુજબ, લૂણકારણસર તાલુકાના સહજરાસર ગામના એક મુખ્ય માર્ગ પર રાતોરાત 1.5 વીઘા જમીન એકસાથે 100 ફૂટ અંદરના ભાગમાં ખૂચી ગઈ છે. જમીનમાં 100 ફૂટનો ખાડો પડવાથી કોઈ આકાશમાંથી ઉપગ્રહ જમીન પર ભટકાયો હોય, તેવો ખાડો પડી ગયો છે. તો આ કુદરતી ઘટનાને જોવા માટે લોકોની ભારે ભીડ ઘટના સ્થળ પર ઉમટી છે.

આ પણ વાંચો: Karnataka સરકારનો મોટો નિર્ણય, તમામ મુસ્લિમો હવે OBC ગણવામાં આવશે, મળશે તમામ લાભ

Advertisement

ખાડો કેવી રીતે પડ્યો તેનું કારણ આવ્યું સામે

તે ઉપરાંત રાજસ્થાન સરકારે ઘટના સ્થળ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને પગલે બીકાનેર જિલ્લા પ્રશાસન અને ભૌલોલીક વૈજ્ઞાનિકો દ્વારા આ ખાડો કેવી રીતે પડ્યો હશે, તેને લઈ તપાસ જાહેર કરી છે. તો અધિકારોએ અનુમાન લગાવ્યું છે કે, ભૂતકાળના સમયમાં આ સ્થળ કોઈ મોટુ જળાશય રહ્યું હશે. તો ખાડા જે સ્થળે પડ્યો છે એ વિસ્તારમાં પાણી રહ્યું નહીં હોય, તેને કારણે આ ખાડો રાતોરાત પડી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: આ શું, ગરમ તેલમાં બનાવી ‘Tea’, Viral Video જોઇને પણ નહીં થાય વિશ્વાસ… 

ખાડાને લોકો પાસે અનેક માન્યતાઓ

હાલમાં, આ વિસ્તાર સંપૂર્ણ રીતે સરકારી અધિકારીઓને દેખરેખ હેઠળ છે. આ ખાડાની આસપાસ લોકોના પરિવહન પર રોક લગાવવામાં આવી છે. કારણ કે... તાજેતરમાં એક યુવક આ ખાડાની નજીક જઈને સેલ્ફી લેવા ગયો હતો. ત્યારે એકાએક ખાડામાં પડી ગયો હતો. તે ઉપરાંત આ ખાડાને લઈ લોકોનું માનવું છે રાત્રિના સમયે આ સ્થળ પર વિજળી પડી હોવાને કારણ આ કુદરતી ઘટના ઘટી હશે.

આ પણ વાંચો: Maharashtra : ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રીને ચક્કર આવ્યા અને સ્ટેજ પર ઢળી ગયા, જુઓ Video

Tags :
Advertisement

.