Bihar Sampark Kranti Express ટ્રેનમાં બોમ્બની મળી ધમકી, મુસાફરોમાં ખળભળાટ
- પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે મળીને Train નું સઘન ચેકિંગ
- Bomb blast ની અફવા ફેલાવી હલચલ મચાવી દીધી
- મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી હતી
Bihar Sampark Kranti Express Bomb Threat : છેલ્લા કેટલાય દિવસોથી એરલાઇન્સ અને શાળાઓ સહિત વિવિધ સ્થળોએ બોમ્બના સમાચાર મળતા વહીવટીતંત્રની ઊંઘ ઊડી ગઈ છે. બોમ્બના સમાચારથી સામાન્ય લોકો પણ ડરી જાય છે. તો હવે ધમકી આપતા ગુનેગાર તત્વોએ રેલવેને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરનો મામલો Bihar Sampark Kranti Express સાથે જોડાયેલો છે. આ Train માં બોમ્બ હોવાની માહિતી મળી હતી, જેના કારણે Train માં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે મળીને Train નું સઘન ચેકિંગ
ઉત્તર પ્રદેશના ગોંડામાં Train નંબર 12565 Bihar Sampark Kranti Express માં બોમ્બ હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની માહિતી મળ્યા બાદ આરપીએફ અને જીઆરપી પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે મળીને Train નું સઘન ચેકિંગ કર્યું હતું. જોકે, Train માં ચેકિંગ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. દોઢ કલાકના વિલંબ બાદ ફરી પાછી Train ને મુસાફરી માટે રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કોણ છે સવજી ધોળકિયા, જેમના પુત્રના લગ્નમાં PM Modi એ હાજરી આપી ?
Gonda, Uttar Pradesh: A bomb threat delayed the Bihar Sampark Kranti Express (12565) from Darbhanga to Delhi for over 1.5 hours at Gonda Railway Station. A joint search by RPF, GRP, and a dog squad found no suspicious items on board pic.twitter.com/aXUv14wzxV
— IANS (@ians_india) November 1, 2024
Bomb blast ની અફવા ફેલાવી હલચલ મચાવી દીધી
Bomb blast ની ખોટી ધમકી આપનાર આરોપીની મહારાષ્ટ્ર પોલીસે નાગપુરથી ધરપકડ કરી છે. આરોપીઓએ દેશભરમાં વિમાનોમાં Bomb blast ની અફવા ફેલાવી હલચલ મચાવી દીધી હતી. આરોપીનું નામ જગદીશ ઉઇકે છે જેણે કેન્દ્રીય મંત્રી સહિત દેશભરની એરલાઇન કંપનીઓને ઈમેલ મોકલીને Bomb blast ની અફવા ફેલાવી હતી. ઉઇકે ઈમેલ દ્વારા દિવાળી પહેલા 25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે દેશમાં 30 સ્થળોએ Bomb blast કરવાની ધમકી આપી હતી. પોલીસે મોડી રાત્રે નાગપુરથી તેની ધરપકડ કરી હતી.
મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી હતી
દિવાળી પહેલા જ આતંકવાદી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી હતી. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાના પર અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન હતું. પોલીસને ઈમેલ અને પત્રો દ્વારા મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિવાળીના સમયગાળોનો લાભ લઈને આતંકવાદીઓનો સરાજાહેર ગોળીબાર, 2 ઘાયલ