Bhuj : માંડવીનાં BJP ધારાસભ્ય ભાન ભૂલ્યા! કાર્યકર્તાઓને આડકતરી રીતે આપી ધમકી! જુઓ Video
- ભાજપનાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું નિવેદન ચર્ચામાં
- ભુજમાં કાર્યકરોને સંબોધન કરતા આડકતરી રીતે આપી ધમકી!
- અનિરુદ્ધ દવેએ કહ્યું, ભાજપનું બોર્ડ છે તો તમે છો!
- "ભાજપનું પાટીયું હટે તો કોઈ ઓળખશે પણ નહીં"
ભુજમાં (Bhuj) આયોજિત એક કાર્યક્રમમાં માંડવીનાં ભાજપ ધારાસભ્ય અનિરુદ્ધ દવે (MLA Anirudh Dave) ભાન ભૂલ્યા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે પાર્ટીનાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા સમયે આડકતરી રીતે ધમકી આપી હોય તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. તેમના આ નિવેદનને લઈ હવે ચર્ચાનો માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો - Hatkeswar Bridge : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહાર, કહ્યું- કોંગ્રેસની જુઠ્ઠાણી ગેંગ સાંભળો..!
Kutch : Mandaviનાં MLA Anirudh Dave એ BJPનું મહત્વ સમજાવતા કોના પર માર્યો ટોણો | Gujarat First#Kutch #MandviMLA #AnirudhDave #BJP #PoliticalInsight #GujaratFirst #MLAComment #BJPImportance #GujaratPolitics #PoliticalUpdate #Gfcarrd #Gujaratfirst pic.twitter.com/brixr1UwKh
— Gujarat First (@GujaratFirst) September 14, 2024
માંડવીનાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેનાં નિવેદનનો વીડિયો વાઇરલ
જણાવી દઈએ કે, ભુજમાં (Bhuj) ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માંડવીનાં (Mandvi) ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ હાજર હતા. આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા અનિરુદ્ધ દવેનો (MLA Anirudh Dave) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેના પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વાઇરલ વીડિયોમાં અનિરુદ્ધ દવે કાર્યકર્તાઓને સંબોધિત કરતા સમયે આડકતરી રીતે ધમકી આપતા હોય તેમ જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો - Prohibition Act : આવો ભેદભાવ કેમ, દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો
ભાજપનું (BJP) બોર્ડ છે તો તમે છો! : અનિરુદ્ધ દવે
અનિરુદ્ધ દવે તેમના સંબોધનમાં કહે છે કે, ભાજપનું (BJP) બોર્ડ છે તો તમે છો! કોઈ ગમે તેટલા ફાંકા-ફોજદારી કરતું હોય પણ ભાજપનું પાટ્યું હટે તો કોઈ ઓળખશે પણ નહીં. આમ, માંડવીનાં MLA કાર્યકર્તાઓને કમળનું મહત્ત્વ સમજાવતા આડકતરી રીતે ધમકી આપતા હોય તેમ જણાય છે. તેમના આ નિવેદનને લઈ ચર્ચાનો માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો - Gandhinagar : એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું